સીબીઆઈએ સિંભૌલી શુગર્સ લિમિટેડ, તેના ચેરમેન ગુરમીત સિંઘ માન, ડેપ્યૂટી જનરલ મેનેજર ગુરપાલ સિંઘ સહિત બીજા અધિકારીઓ સામે રૂ. 97.85 કરોડના કથિત કૌભાંડ અંગે કેસ નોંધ્યો છે. ગુરપાલ સિંઘ માન પંજાબના વર્તમાન મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘના જમાઈ છે. તેમની આ મીલ દેશની સૌથી મોટી સુગર મીલમાંથી એક છે.
તપાસ એજન્સી સીબીઆઈ(સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી જીએસસી રાવ, સીએફઓ સંજય તાપડિયા, કાર્યકારી ડિરેક્ટર ગુરસિમરન કૌર માન અને પાંચ બિન-કાર્યકરારી ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે.
સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાળે જણાવ્યું એજન્સીએ ડિરેક્ટરના ઘર, ફેક્ટરી ઉપરાંત દિલ્હી, હાપુડ અને નોઇડા સ્થિત કોર્પોરેટ અને રજિસ્ટર્ડ ઓફિસ સહિત આઠ ઠેકાણા પર દરોડાં કર્યા છે.
બેંક તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીએ વર્ષ 2011માં 97.85 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોન રિઝર્વ બેંકની શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે લાવવામાં આવેલી યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી હતી. આ રકમની શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને વચ્ચે વહેંચણી કરવાની હતી. કંપનીએ છેતરપિંડી કરીને આ રકમ પોતાની પાસે જ રાખી લીધી હતી. આ લોન 31 માર્ચ, 2015ના રોજ એનપીએ બની ગઈ હતી.
નોંધનીય છે કે હીરાના વેપારી નીરવ મોદીની પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11384 કરોડના ફ્રોડના બનાવ બાદ બેંક સાથે ફ્રોડની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં જ એક અન્ય હીરા કંપની સામે પણ એરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સાથે ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં સીબીઆઈ બેંક સાથે ફ્રોડના વિવિધ કેસની તપાસ કરી રહી છે. નીરવ મોદી તેમજ ગીતાંજલી ગ્રુપના મેહુલ ચોકલી હાલ વિદેશમાં ફરાર છે. બંનેએ પોતાના કર્મચારીઓને પત્ર લખીને બીજી નોકરી શોધી લેવાનું કહ્યું છે.
What do you expect from a CM who himself is embroiled in having black money abroad? Whole family is embroiled in scams. It isn't surprising. It's old habit of Congress: Harsimrat Kaur Badal on Punjab CM’s son-in-law among 13 booked for bank fraud case against Simbhaoli Sugars Ltd pic.twitter.com/kybqkFNoNa