કેપ્ટનની ચેતવણીઃ જો કોઇ મંત્રીના ક્ષેત્રમાં ઉમેદવાર હાર્યો, તો કેબિનેટ પદ જશે

 • Share this:
  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની સરકારના મંત્રીઓને ચેતાવણી આપી છે, કેપ્ટને કહ્યું છે કે જો મંત્રીઓના વિસ્તારમાંથી કોઇ પાર્ટી કેન્ડિડેટ હાર્યો તો તે મંત્રીઓનું કેબિનેટ પદ છીનવી લેવામાં આવશે. કેપ્ટને જણાવ્યું કે આ આદેશ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આપ્યા છે. પાર્ટી શીર્ષ નેતૃત્વએ કહ્યું છે કે જો કોઇ મંત્રી પોતાના વિસ્તારમાંથી સાંસદ ઉમેદવારને જીતાડવામાં અસફળ રહ્યો તો તેને પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવશે.

  ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ રાજ્યમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું ન હતું. માત્ર 13માંથી પાર્ટીએ માત્ર 3 સીટ જ જીતી હતી. ત્યારે ખુદ કેપ્ટન અમરિંદર સિંહ ભાજપના નેતા અરુણ જેટલી સામે અમૃતસર સીટ પર ઉભા હતા. હાઇપ્રોફાઇલ આ મુકાબલામાં અમરિંદરે અરુણ જેટલીને હરાવ્યા હતા. જો કે આ પહેલા બે વખત ભાજપ નેતા અને પૂર્વ ક્રિકેટર સિદ્ધુ ચૂંટણી રહ્યાં હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ મોદી હંમેશા વિદેશમાં દેખાય છે, મોટાં-મોટાં અભિનેતાને આપે છે ઇન્ટરવ્યૂ- પ્રિયંકા

  હવે પાર્ટી માટે ગત વિધાનસભાની સ્થિતિ અલગ હતી, હવે રાજ્યમાં પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. એવામાં કોંગ્રેસ સંપૂર્ણ જોર લાગાવ્યું છે કે રાજ્યમાં પ્રદર્શનને વધુ સારું કરવામાં આવે. રાજ્યમાં પાર્ટીની પાસે એક મોટા ચહેરા તરીકે સીએમ અમરિંદર સિંહ છે, યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી સહિત રાજ્યમાં અનેક સીટ પર કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે શીર્ષ નેતૃત્વના મંત્રીઓ પર જીતનું દબાણ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: