અમૃતસર હુમલો: કેપ્ટન અમરિંદરે કહ્યું- પાકિસ્તાનમાં બન્યો હતો બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલો ગ્રેનેડ

News18 Gujarati
Updated: November 21, 2018, 6:02 PM IST
અમૃતસર હુમલો: કેપ્ટન અમરિંદરે કહ્યું- પાકિસ્તાનમાં બન્યો હતો બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલો ગ્રેનેડ
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે આ ગ્રેનેડ પાકિસ્તાનની ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બને છે.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે આ ગ્રેનેડ પાકિસ્તાનની ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બને છે

  • Share this:
ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે અમૃતસર સ્થિત નિરંકારી ભવન હુમલામાં જે ગ્રેનેડ ઉપયોગમાં લેવાયો તે પાકિસ્તાનમાં બનેલો હતો. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં અમરિંદરે કહ્યું કે પાકિસ્તાન અને ISI સમગ્રપણે એક્ટિવ છે પરંતુ અમે પણ અલર્ટ છે. તેઓએ ગ્રેનેડની તસવીરો દર્શાવતા કહ્યું કે તે પાકિસ્તાનમાં બનેલો છે. આપણા દેશમાં આવા ગ્રેનેડ નથી બનતા.

સિંહે કહ્યું કે આ ગ્રેનેડ પાકિસ્તાની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બને છે. સિંહે કહ્યું કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ 17 મોડ્યુલ્સનો ખુલાસો થયો છે જેમાં અત્યાર સુધી 81 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનો દાવો છે કે નિરંકારી ભવન પર થયેલા હુમલાને તેમણે ઉકેલી દીધો છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બીજાની તલાશ ચાલુ છે. જોકે, સરકાર હજુ પણ સમગ્રપણે એલર્ટ પર છે. મુખ્યમંત્રીએ 72 કલાકની અંદર મામલાનો ખુલાસો કરવા માટે પોલીસના વખાણ કર્યા છે. પંજાબ પોલીસે દાવો કર્યો છે કે આ સાંપ્રદાયિક હુમલો નથી પરંતુ આતંકી હુમલો હતો.

પોલીસનો દાવો છે કે ખાલિસ્તાન આતંકીઓએ આ હુમલો વિસ્તારના છોકરાઓની મદદથી કરાવ્યો. મળતી માહિતી મુજબ થોડાક દિવસો પહેલા પટિયાલાથી પકડાયેલા ખાલિસ્તાન ગદર ફોર્સના આતંકી શબનમદીપ સિંહે સ્લીપર સેલ દ્વારા બે છોકરાઓનું બ્રેઈનવોશ કરીને પોતાની સાથે જોડી દીધા અને તેમને થોડાક રૂપિયા આપીને હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવા માટે તૈયાર કર્યા હતા.

News 18 Indiaએ પહેલા પણ હુમલાની પાછળ ખાલિસ્તાની આતંકી હરમીતસિંહની કાવતરું હોવાનો અહેવાલ આપ્યો હતો. મળતી માહિતી મુજબ રવિવારે પંજાબમાં અમૃતસરના બહારના વિસ્તારમાં રવિવારે એક ધાર્મિક સમાગમમાં થયેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા અને 20 અન્ય ઘાયલ થયા હતા.
Published by: Mrunal Bhojak
First published: November 21, 2018, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading