કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કૃષિ કાનૂન અકાલી દળની મરજીથી જ અમલમાં લાવવામાં આવ્યા હતા
farm laws news- કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબમાં 113 સ્થળો પર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન રાજ્યના હિતમાં બિલકુલ નથી. તેનાથી આર્થિક વિકાસ પર ઘણી અસર પડી છે
ચંદીગઢ : પંજાબના (Punjab)મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh)સોમવારે વિભિન્ન અલગ કિસાન યૂનિયનોના પ્રતિનિધિઓને અપીલ કરી કે તે કેન્દ્ર દ્વારા પારિત કૃષિ કાનૂનો (agriculture ordinance bill 2020) સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ના કરે કારણ કે રાજ્ય સરકાર અને તેના લોકોએ પહેલા જ તેમની સાથે એકજુટતા વ્યક્ત કરી છે. કિસાન આંદોલન પર ચિંતા વ્યક્ત કરતા કેપ્ટને કહ્યું કે જો તમારે કેન્દ્ર સરકાર (Central Government)પર દબાણ બનાવવું છે તો પોતાના આંદોલન દિલ્હીમાં કરો. પંજાબને પોતાના આંદોલનથી અશાંત ના કરો.
તે હોશિયારપુરના ચબ્બેવાલ વિધાનસભા ક્ષેત્રના ગ્રામ મુખલિયાનામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જે રાજ્યની જનતા ખેડૂતોના મુદ્દાના પક્ષમાં તેમની સાથે પહાડની જેમ ઉભા હોય તેમણે ભાજપા દ્વારા પારિત આ કૃષિ કાનૂનો સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાથી બચવું જોઈએ.
પ્રદર્શન રાજ્યના હિતમાં નથી
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબમાં 113 સ્થળો પર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન રાજ્યના હિતમાં બિલકુલ નથી. તેનાથી આર્થિક વિકાસ પર ઘણી અસર પડી છે અને આશા છે કે આંદોલન કરનાર ખેડૂતો દ્વારા તેમની વિનંતીને સ્વીકાર કરવામાં આવશે. શહીદ ભગત સિંહ નગરના બલ્લોવાલ સોંખડીની એક અન્ય જનસભામાં તેમણે કહ્યું કે શિરોમણી અકાલી દળે ખેતી કાનૂનોના મુદ્દા પર ખેડૂતોને દગો કર્યો છે.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કૃષિ કાનૂન અકાલી દળની મરજીથી જ અમલમાં લાવવામાં આવ્યા હતા અને હરસિમરત કૌર બાદલ કેન્દ્રીય મંત્રી રહેતા કેન્દ્રીય કેબિનેટે ઓર્ડિનન્સ પાસ કર્યો હતો. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ તરફથી પણ ખેતી કાનૂનોની વકાલત કરવામાં આવી હતી પણ જ્યારે તેનો વિરોધ થયો તો અકાલી દળે સૂર બદલ્યા હતા.
પ્રથમ દિવસથી કાનૂનના વિરોધમાં છે કોંગ્રેસ
કોંગ્રેસને આ કાળા કાનૂનો સામે પ્રથમ દિવસથી જ વિરોધ કરનાર પાર્ટી ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારે પ્રથમ સર્વદલીય મિટિંગ બોલાવી અને તે પછી કિસાન નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ પછી રાજ્ય સરકારે પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ ખેતી કાયદાને પ્રભાવહીન કરવા માટે બિલ પાસ કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર