ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh) શુક્રવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી કે નવા કૃષિ કાનૂનો સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબના ઘણા ભાગમાં મોબાઇલ ટાવરની વિજળી પ્રભાવિત કરી હતી. સીએમે જનતાને અસુવિધા ના પહોંચાડવાનો ખેડૂતોને આગ્રહ કર્યો છે. આ દરમિયાન સીએમે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર પર પડનાર ખરાબ પ્રભાવનો હવાલો આપ્યો છે. દિલ્હીની સરહદ પર છેલ્લા એક મહિનાથી ખેડૂતોનું પ્રદર્શન યથાવત્ છે.
કોવિડમાં ગાળામાં જરૂરી છે મોબાઇલ સેવા
પંજાબમાં મોબાઇલ ટાવરોની વિજળી પ્રભાવિત કરવાના સમાચાર વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોને શાંત રહેવાની અપીલ કરી છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે કોવિડ-19 મહામારી વચ્ચે ટેલિકોમ કનેક્ટિવિટી ઘણી જરૂરી થઈ ગઈ છે. આ સિવાય ખેડૂતોને દિલ્હી સરહદ પર ચાલી રહેલા પ્રદર્શનમાં અનુશાસનમાં રહેવાની વાત કરી છે.
તેમણે ખેડૂતોને કહ્યું કે ખેડૂતો બળજબરીથી ટેલિકોમ કનેક્ટિવિટી કાપીને કે કર્મચારીઓ પર દબાણ કરીને કાનૂનને પોતાના હાથમાં ના લે. આ પ્રકારના કામ પંજાબના હિતમાં નથી. સીએમે કહ્યું કે પંજાબના લોકો કાળા કાનૂનો સામેની લડાઇમાં ખેડૂતો સાથે ઉભા છે અને આગળ પણ ઉભા રહેશે. ન્યાયની લડાઇમાં રાજ્યની જનતાને કોઈપણ પ્રકારની પરેશાની થવી ના જોઈએ.
અભ્યાસ અને વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે પ્રભાવિત
સીએમે કહ્યું કે બળજબરીથી ટેલિકોમ સેવાને પ્રભાવિત કરવાથી વિદ્યાર્થીનો અભ્યાસ જ નહીં પણ આ મહામારીના કારણે ઘરેથી કામ કરી રહેલા લોકોનું જીવન પણ પ્રભાવિત કરી રહ્યું છે. તેની અસર કૃષિ ક્ષેત્ર ઉપર પણ પડશે. પહેલા જ બગડેલી અર્થવ્યવસ્થાનો સામનો કરી રહેલા રાજ્યમાં ટેલિકોમ સેવા પ્રભાવિત થવી ખરાબ અસર પાડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર