પંજાબમાં 2 સપ્તાહ વધશે કર્ફ્યૂ, લોકોને લોકડાઉનમાં રોજના 4 કલાક મળશે છૂટ : CM અમરિંદર

News18 Gujarati
Updated: April 29, 2020, 6:32 PM IST
પંજાબમાં 2 સપ્તાહ વધશે કર્ફ્યૂ, લોકોને લોકડાઉનમાં રોજના 4 કલાક મળશે છૂટ : CM અમરિંદર
પંજાબમાં 2 સપ્તાહ વધશે કર્ફ્યૂ, લોકોને લોકડાઉનમાં રોજના 4 કલાક મળશે છૂટ : CM અમરિંદર

મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું -રાજ્યમાં રોજ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્લી : પંજાબમાં (Punjab) કોરોના વાયરસ સંક્રમણના (coronavirus) અત્યાર સુધીમાં 322થી વધુ કેસ આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન (Lockdown) લાગુ છે. આ દરમિયાન પંજાબમાં કોરોના વાયરસ સંક્રમણને લઈને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે મોટી જાહેરાત કરી છે. સીએમ અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યના લોકોને લોકડાઉનથી રોજ સવારે 4 કલાક છૂટ આપવામાં આવશે. આ દરમિયાન બધી દુકાનો ખુલશે અને લોકો ખરીદી કરી શકશે.

મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યમાં રોજ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી લોકડાઉનમાં છુટ આપવામાં આવશે. આની સાથે પંજાબમાં તેમની સરકારે કર્ફ્યૂને 2 સપ્તાહ વધારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - પિતાએ કરી હોત મદદ તો ટીમ ઇન્ડિયામાં સચિન સાથે રમ્યો હોત ઇરફાન ખાન!

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા બુધવાર સવાર સુધીમાં 1,007 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિતના કેસની સંખ્યા વધીને 31,332 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ સંક્રમણથી 7,695 દર્દી સાજા થયા છે. જ્યારે 22,629 લોકોની હાલ પણ સંક્રમણની સારવાર ચાલી રહી છે. કુલ કેસમાં 111 વિદેશી શામેલ છે.

મંગળવારે સાંજથી કુલ 70 દર્દીના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 31, ગુજરાતમાં 19, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 5, ઉત્તર પ્રદેશમાં 3, પશ્ચિમ બંગાળમાં 2 મોત થયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, પંજાબ તથા તમિલનાડુમાં એક-એક દર્દીના મોત થયા છે.
First published: April 29, 2020, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading