સિદ્ધુ સાથે સંબંધો પર કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું- જે વર્ષે તેમનો જન્મ થયો હતો હું બોર્ડર પર દેશની સેવામાં લાગ્યો હતો

પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress)ચાલી રહેલો વિવાદ હાલ થમી ગયો છે

Punjab Congress- નવજોત સિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાજપોશી થઇ છે. ખાસ વાત એ રહી કે આ પ્રસંગે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ ઉપસ્થિત હતા

  • Share this:
    ચંદીગઢ : પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress)ચાલી રહેલો વિવાદ હાલ થમી ગયો છે. નવજોત સિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાજપોશી થઇ છે. ખાસ વાત એ રહી કે આ પ્રસંગે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (CM Amarinder Singh) પણ ઉપસ્થિત હતા. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. કેપ્ટનનો ઘણો વિરોધ હોવા છતા સિદ્ધુને હાઇકમાન્ડે પંજાબના અધ્યક્ષ બનાવ્યા છે. આ પછી અમરિંદર સિંહે સિદ્ધુ સાથે પોતાના સંબંધો પર દિલ ખોલીને વાત કરી છે. તેમણે કહ્યું કે જે સિદ્ધુનો જે વર્ષ જન્મ થયો હતો તે વર્ષે તે સરહદ પર દેશની સેવા કરી રહ્યા હતા.

    આ પ્રસંગે અમરિંદર સિંહે કહ્યું કે તે સિદ્ધુ સાથે મળીને કામ કરશે. જે વર્ષે એટલે કે 1963માં જ્યારે સિદ્ધુનો જન્મ થયો હતો તે સમયે હું આર્મીમાં હતો. સિદ્ધુના પિતા અને મારી માતા એક સાથે રાજનીતિમાં હતા. જ્યારે હું આર્મી છોડીને આવ્યો તો સિદ્ધુના પિતાએ મને રાજનીતિમાં લાવવામાં મદદ કરી હતી. તે સમયે હું સિદ્ધુના ઘરે જતો હતો. તે સમયે તે ફક્ત 6 વર્ષનો હતો.

    આ પણ વાંચો - Suresh Raina Controversy : જાતિવાદના દૂષણ સામે લડનાર દેશના પ્રથમ દલિત ક્રિકેટરને ઓળખો છો?

    નવજોત સિદ્ધુએ શુક્રવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પંજાબના કોંગ્રેસ નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ હકની લડાઈ માટે આવ્યા છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા પ્રધાન છે. ખેડૂત આંદોલન પર સિદ્ધુએ કહ્યું કે તેમને દિલ્હીમાં બેઠેલા ખેડૂતોની ચિંતા છે અને હવે પંજાબનો દરેક ખેડૂત પ્રધાન છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને કામ કરીશું અને કાર્યકર્તા વગર કોઈ પાર્ટી નથી હોતી.

    નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ 18 સૂત્રીય એજન્ડાથી પાછળ નહીં હટે. સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસ એકજૂથ છે અને જેમ અણુ વિના પરમાણુ અને વ્યક્તિ વિના સમાજ નથી બની શકતો, તેવી જ રીતે કાર્યકર્તા વગર પાર્ટી નથી બની શકતી. સિદ્ધુએ કહ્યું કે, હું વિરોધીઓના પથારી ફેરવી દઈશું.
    Published by:Ashish Goyal
    First published: