નવી દિલ્હી/ચંદીગઢ : નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Sidhu)હાઇકમાન્ડ દ્વારા પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા પછી પણ પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress)બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. આ નિમણુકને લઇને અત્યાર સુધી મુખ્યમંત્રી અમરિંદર સિંહ (amrinder singh) તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જોકે એક લંચના સમાચારે માહોલ ગરમ કરી દીધો છે. રિપોર્ટ્સ છે કે પંજાબ CM કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે પંચકૂલામાં એક પાંચ સિતારા હોટલમાં બધા સમર્થકો, ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓને આમંત્રણ મોકલાવ્યું છે. જોકે નવા પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુને લંચ પર બોલાવ્યા નથી. માનવામાં આવે છે કે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી અમરિંદર સિંહ ઘણા નારાજ છે.
સિંદ્ધુને જવાબદારી મળ્યા પછી લંચ ડિપ્લોમેસીને હાઇકમાન્ડ સામે ઘેરાબંધી તરીકે જોવામાં આવી રહી છે. આ લંચમાં દિલ્હીથી પણ કેટલાક કોંગ્રેસી નેતા સામેલ થશે. સૂત્રો જણાવે છે કે નિમણુક પહેલા રવિવારે પંજાબના 11માંથી 10 સાંસદોએ પત્ર લખીને સોનિયા ગાંધીને સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ ના બનાવવા પર ભાર આપ્યો હતો. સોનિયા ગાંધીએ બધા સાંસદો સાથે ફોન પર વાતચીત કરી હતી છતા સિદ્ધુને આ પદ પર ઉચિત સમજ્યા છે.
કેપ્ટનના વિરોધી હોવા છતા પ્રતાપ સિંહ બાજવાએ આ મુદ્દે ચુપ્પી રાખી છે. બાજવાના ઘરે થયેલી બેઠકમાં હાજર રહેલા સાંસદ ગુરુજીત સિંહ ઔજલાએ સિદ્ધુને અધ્યક્ષ બનવાના અભિનંદન પાઠવ્યા પણ બધાને સાથે લઇને ચાલવાની સલાહ આપી છે.
" isDesktop="true" id="1115935" >
બીજી તરફ અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે લંચ પાર્ટીના સમાચારનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના સીએમે રાજ્યના કોંગ્રેસી ધારાસભ્યો અને સાંસદોને 21 જુલાઇએ લંચ પર બોલાવ્યા છે. આ ખોટા સમાચાર છે. આ પ્રકારના લંચનો કોઇ પ્લાન બનાવ્યો નથી અને આમંત્રણ પણ મોકલ્યા નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર