પંજાબ : CM અમરિંદરની અપીલ બેઅસર, 1500થી વધારે મોબાઇલ ટાવર તોડવામાં આવ્યા

પંજાબ : CM અમરિંદરની અપીલ બેઅસર, 1500થી વધારે મોબાઇલ ટાવર તોડવામાં આવ્યા

ત્રણ કૃષિ કાનૂનોનો (New Farm Law) વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં (Punjab) 1500થી વધારે મોબાઇલ ટાવર તોડ્યા છે, રાજ્ય પોલીસે ટાવર તોડનાર સામે કોઈ કાર્યવાહી કરી નથી

 • Share this:
  ચંદીગઢ: ત્રણ કૃષિ કાનૂનોનો (New Farm Law) વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં (Punjab) 1500થી વધારે મોબાઇલ ટાવર તોડ્યા છે. જેમાં કેટલાક ક્ષેત્રોમાં દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. ખેડૂતોનું માનવું છે કે નવા કૃષિ કાનૂનોથી અબજોપતિ ઉદ્યોગપતિને સૌથી વધારે ફાયદો થશે. જેથી તેનો ગુસ્સો મોબાઇલ ટાવરો પર કાઢી રહ્યા છે. રાજ્યમાં ઘણા ભાગોમાં આ ટાવરોની વિજળીની આપૂર્તિ રોકવામાં આવી છે અને સાથે કેબલ પણ કાપી નાખવામાં આવ્યા છે.

  મામલાની જાણકારી રાખનાર એક સૂત્રએ કહ્યું કે કાલ સુધી 1411 ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આજે આ આંકડો 1500ને પાર થઈ ગયો છે. જાલંધરમાં જિયોના ફાઇબર કેબલના કેટલાક બંડલ પણ સળગાવી દીધા છે. રાજ્યમાં જિયોના 9000થી વધારે ટાવર છે. એક અન્ય સૂત્રએ કહ્યું કે ટાવરોને નુકસાન પહોંચાડવાની સૌથી સામાન્ય રીત વિજળીની આપૂર્તિ કાપવાનો છે.

  આ પણ વાંચો - 100મી કિસાન ટ્રેનને PM મોદીએ કરી રવાના, કહ્યું- નાના ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો

  એક કેસમાં ટાવર સાઇટ પર જનરેટરને લોકો ઉઠાવીને લઈ ગયા અને એક સ્થાનીક ગુરુદ્રારમાં દાન કરી દીધું છે કેટલાક જિયોના કર્મચારીઓને ધમકાવવાનો અને તેના ભગાડવાનો વીડિયો પણ વાયરલ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની અપીલ કરી હતી કે એવું કોઈ પગલું ના ભરે કે જેનાથી સામાન્ય લોકોને પરેશાની થાય.

  સૂત્રોએ કહ્યું કે રાજ્ય પોલીસે ટાવર તોડનાર સામે કોઈ કાર્યવાહી કરી નથી અને મોટાભાગના મામલામાં કોઈ પ્રાથમિક કેસ થયો નથી. ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિયેશને (ટીએઆઈપીએ) કહ્યું કે ઓછામાં ઓછા 1600 ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: