ચંડીગઢ: પંજાબની ભગવંત માન સરકારના કેબિનેટ મંત્રી ફૌઝા સિંહ સરારીએ રાજીનામું આપી દીધું છે. તેમના આ પ્રકારના નિર્ણય પાછળ વ્યક્તિ કારણોનો હવાલો આપ્યો હતો કે, હું આમ આદમી પાર્ટીનો વફાદાર સિપાહી છું અને આગળ પણ રહીશ. આપને જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી ફૌઝા સિંહ સરારી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા, જેને લઈને તેમણે કેબિનેટ મંત્રી પદ છોડવું પડ્યું હતું. સૂત્રોનું માનીએ તો, પંજાબ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલની સંભાવના છે. કેટલાય મંત્રીઓના વિભાગો બદલાઈ શકે છે અને અમુક મંત્રીઓની છુટ્ટી પણ થઈ શકે છે. ફૌઝા સિંહના રાજીનામાને પણ તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટી પંજાબ સરકારમાં નવા ચહેરના મંત્રી બનાવાનો મોકો આપી શકે છે. સૂત્રોનું માનીએ તો, આજે સાંજે 5 કલાક સુધી મુખ્યમંત્રી ભગવંત માન પોતાની કેબિનેટનો વિસ્તાર કરી શકે છે અને રાજભવનમાં એક સાદા સમારંભમાં નવા મંત્રીઓને શપથ લેવડાવી શકે છે. ગત વર્ષે 11 સપ્ટેમ્બરે ફૌઝા સિંહ સરારીનો કથિત રીતે ભ્રષ્ટાચારનો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને ખુદ તેના ઓએસડી તરસેમ કપૂરે લીક કર્યો હતો. ત્યાર બાદથી સરારીને લઈને આમ આદમી પાર્ટીની સરકારો પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ સતત મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ ફૌઝા સિંહને બચાવતું હોવાનો આરોપ લાગ્યો હતો.
અમારી પાસે વધુ બે મંત્રીના પુરાવા, ટૂંક સમયમાં કરીશું ખુલાસો- બાઝવા
ફૌઝા સિંહ સરારીના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં એલઓપી પ્રતાપ સિંહ બાઝવાએ કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન જેવી રીતે વિપક્ષી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં લાગ્યા છે. હવે પોતાના મંત્રીની નિષ્પક્ષ તપાસ કરાવે અને કાર્યવાહી કરે. અમારી પાસે વધુ બે મંત્રીના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલ પુરાવા છે. ટૂંક સમયમાં તેનો પણ ખુલાસો કરીશું. બની શકે છે કે, તેમાંથી કોઈને આજે સરકાર બચાવવા માટે હટાવી શકે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર