Home /News /national-international /પંજાબ કેબિનેટના મોટો નિર્ણયો: જૂની પેન્શન યોજના લાગૂ કરી, દેશમાં સૌથી વધારે આપ્યા શેરડીના ભાવ

પંજાબ કેબિનેટના મોટો નિર્ણયો: જૂની પેન્શન યોજના લાગૂ કરી, દેશમાં સૌથી વધારે આપ્યા શેરડીના ભાવ

ભગવંત માન સરકારે લીધી મોટા નિર્ણયો

પંજાબ સરકારની આજે કેબિનેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણય લેવાયા હતા. શેરડીના ભાવ વધારવા માટેના નોટિફિકેશનને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

    ચંડીગઢ: પંજાબ સરકારની આજે કેબિનેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણય લેવાયા હતા. શેરડીના ભાવ વધારવા માટેના નોટિફિકેશનને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ પંજાબમાં શેરડીના ભાવ 380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધા છે. હાલમાં તે દેશમાં સૌથી વધારે છે. આવું પહેલી વાર થયું છે કે, પંજાબ સરકાર શેરડીના પાકના એકેય રુપિયો રોકી રાખ્યો નથી. સરકાર પર કોઈ બાકી લેણા નથી. પંજાબ સરકારે તે કરી બતાવ્યું છે.

    આ પણ વાંચો: પંજાબના કેટલાય શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

    સાથે જ પંજાબના ખેડૂતોને લઈને મુખ્યમંત્રી ભગવંત માને મોટી જાહેરાત કરી છે. ભગવંત માને કહ્યું કે, ખેડૂતો વાત વાતમાં ધરણા પર બેસી જાય છે, જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ખેડૂતો તરફથી સરકારની સાથે બેઠક કરવાને લઈને પહેલા ધરણા આપવામાં આવે છે, પછી બેઠક બાદ ધરણા થાય છે, ત્યાર બાદ નોટિફિકેશન જાહેર કરવા માટે ધરણા આપવામાં આવે છે, જે યોગ્ય નથી. ખેડૂતોના ધરણા પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીઓ થાય છે.

    આ પણ વાંચો: બુધવારે વિધાનસભાને ઘેરવા કર્મચારી મહામંડળ તૈયાર, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દા રહેશે આગળ

    તેની સાથે જ કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ (OPS, old pension scheme)ને પણ મંજૂરી આપી દીધી છે. બેઠક બાદ સીએમ માને કહ્યું કે, રાજ્ય સરકાર પૂરી પારદર્શિતા સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પહેલા લક્ષ્યાંક ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપવાનું છે. માને કહ્યું કે, અમે વિધાનસભાની કાર્યવાહીને લાઈવ બતાવી છે, તેનો ઉદ્દેશ્ય હતો કે, લોકોને એ ખબર પડે કે, વિધાનસભામાં શું શું થાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Punjab government

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन