અઢી વર્ષના દીકરાને પેટીપલંગમાં કેદ કરી પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, કરૂણ મોત

News18 Gujarati
Updated: January 28, 2020, 9:23 AM IST
અઢી વર્ષના દીકરાને પેટીપલંગમાં કેદ કરી પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, કરૂણ મોત
પ્રતીકાત્મક તસવીર

પેટીપલંગમાં કેદ કરેલા બાળકના મોઢામાં કપડું ભરાવેલું હતું, પતિએ પત્ની પર મૂક્યો આરોપ

  • Share this:
ચંદીગઢ : પંજાબ (Punjab)ના ચંદીગઢ (Chandigarh)માં બુરેલ સ્થિત એક ઘરમાંથી સોમવારે પેટીપલંગની અંદરથી અઢી વર્ષના એક બાળકનું શબ મળ્યું છે. પોલીસ મુજબ, બાળકના પિતાએ પોતાની પત્ની પર બાળકને પેટીપલંગમાં કેદ કરીને પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે.

દશરથ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે જ્યારે તે રવિવાર સાંજે કામથી પરત ફર્યો તો ઘરે તેની પત્ની અને દીકરો દિવ્યાંશુ નહોતા. દશરથે જણાવ્યું કે તેને શરૂઆતમાં લાગ્યું કે તેની પત્ની દીકરાને લઈને પિયર ગઈ છે. તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કથિત રીતે જણાવ્યું કે દીકરો પેટીપલંગની અંદર કેદ છે. બાદમાં જ્યારે તેણે પેટીપલંગ ખોલ્યો તો ત્યાં તેને પોતાના દીકરાનું શબ મળ્યું.

દશરથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિવ્યાંશુના મોંમાં એક કપડું ભરાવેલું હતું. પોલીસે જણાવ્યું કે દશરથે પત્ની પર બાળકને મારી પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, સેક્ટર-34ના પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો, આ દેશમાં માણસોની જિંદગી બચાવી રહ્યા છે ઉંદરો, દુનિયાભરમાં થઈ રહ્યા છે વખાણ
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading