Home /News /national-international /પંજાબ: સરકારી કર્મચારીઓને જલસો, 119 ટકા મળશે મોંઘવારી ભથ્થું, 3 મહિનાની અંદર ચુકવાઈ જશે

પંજાબ: સરકારી કર્મચારીઓને જલસો, 119 ટકા મળશે મોંઘવારી ભથ્થું, 3 મહિનાની અંદર ચુકવાઈ જશે

પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબ સરકારના સરકારી કર્મચારીઓને સરકાર ત્રણ મહિનાની અંદર 1 જૂલાઈ 2015થી 119 ટકા મોંઘવારી ભથ્થું આપશે.

    પંજાબ સરકારના સરકારી કર્મચારીઓને સરકાર ત્રણ મહિનાની અંદર 1 જૂલાઈ 2015થી 119 ટકા મોંઘવારી ભથ્થું આપશે. આ વાત પંજાબના અધિક સોલિસીટર જનરલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આપેલા એફિડેવિટમાં જાણકારી આપી છે. રાજ્યના અધિક સોલીસીટર જનરલ દ્વારા ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલની ખંડપીઠ સમક્ષ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, કર્મચારીઓ લાભના હકદાર છે.

    આ પણ વાંચો: દરરોજ દાળ-ભાત ખાનારા લોકોને મોટી રાહત: મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય, નહીં વધે ભાવ

    કર્મચારીઓની વચ્ચે ભેદભાવ નહીં


    અધિક સોલિસીટર જનરલ આરકે કપૂરે આ સંબંધમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક એફિડેવિટ આપ્યું છે કે, સરકાર દ્વારા કર્મચારીઓની સાથે કોઈ ભેદભાવ થશે નહીં અને સમાન રીતે વ્યવહાર કરવામાં આવશે. ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલે કહ્યું કે, તથ્યોને ધ્યાને રાખતા આગળ આદેશ પારિત કરવાની જરુર નથી. કુલજીત સિંહ અને અન્ય કર્મચારીઓ દ્વારા લાભ જાહેર કરવાને લઈને કોર્ટમાં ગયા બાદ આ કેસ ન્યાયમૂર્તિ ક્ષેત્રપાલના ધ્યાને લાવવામાં આવ્યો હતો.

    અરજીકર્તાએ અરજીમાં અન્ય વાતો ઉપરાંત સમાન સ્થિતિવાળા કર્મચારીઓની સાથે સમાનતાના આધાર પર ભથ્થા જાહેર કરવાની માગ કરી હતી. ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલે કહ્યું કે, ન ફક્ત અરજીકર્તાઓ પણ સમાન રીતે સ્થિતિ અન્ય તમામ કર્મચારીઓને ત્રણ મહિનાના ગાળાની અંદર લાભ આપવામાં આવશે. કેમ કે કર્મચારીઓની વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Punjab government

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन