Home /News /national-international /

Punjab Assembly Elections: કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા હતા? રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો

Punjab Assembly Elections: કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા હતા? રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)પંજાબના ફતેહગઢ સાહિબ પહોંચ્યા હતા. જ્યાં એક જનસભાને સંબોધિત કરી

Assembly Elections 2022 - કેપ્ટન અમરિંદર સિંહને હટાવ્યા પછી ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા

    ચંદીગઢ : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Punjab Assembly Elections) 20 ફેબ્રુઆરી યોજાનાર મતદાન પહેલા પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપા, આમ આદમી પાર્ટી, અકાલી દળ સહિત બધી પાર્ટીઓ પોતાની બધી તાકાત લગાવી પ્રચાર કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)પંજાબના ફતેહગઢ સાહિબ પહોંચ્યા હતા. જ્યાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેપ્ટને વીજળી આપનાર કંપનીઓ સાથે પોતાના કોન્ટ્રાક્ટરનો હવાલો આપીને રાજ્યના ગરીબ લોકોને મફત વીજળી આપવાથી ઇન્કાર કર્યો હતો.

    રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને જણાવીશ કે કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રીના પદેથી કેમ હટાવી દેવામાં આવ્યા હતા. તેનું કારણ એ છે કે તે ગરીબ લોકોને મફત વીજળી આપવા માટે રાજી થયા ન હતા. તેમણે કહ્યું હતું કે મારો વીજળી આપનાર કંપનીઓ સાથે કરાર છે.

    આ પણ વાંચો - PM Modi in Punjab: પંજાબમાં પીએમ મોદીએ કહ્યું- ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે

    ગત સપ્તાહે પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું આવું કારણ

    આ પહેલા 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે અમરિંદર સિંહના નેતૃત્વવાળી પંજાબ સરકારને બદલવી પડી કારણ કે તેને દિલ્હીથી ભાજપા ચલાવી રહી હતી. એક જનસભાને સંબોધિત કરતા પ્રિયંકાએ પૂર્વ મુખ્યમંત્રીનું નામ લીધા વગર કહ્યું હતું કે એ સાચું છે કે અહીં પાંચ વર્ષ અમારી સરકાર હતી. એ પણ સાચું છે કે તે સરકારમાં કેટલીક ખામીઓ હતી. અમે ક્યાંક રસ્તા ભટકી ગયા હતા. તે સરકાર પંજાબથી નહીં દિલ્હીથી ચાલવા લાગી હતી. દિલ્હીમાં પણ કોંગ્રેસ દ્વારા નહીં પણ ભાજપા અને ભાજપા ગઠબંધન વાળી સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી. જેથી સરકાર બદલવી પડી છે.

    ઉલ્લેખનીય છે કે અમરિંદર સિંહને ગત વર્ષે સપ્ટેમ્બરમાં નવજોત સિંહ સિદ્ધુ સાથે સત્તા સંઘર્ષ પછી પંજાબના મુખ્યમંત્રીનું પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. કોંગ્રેસ છોડ્યા પછી અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસનું ગઠન કર્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022

    આગામી સમાચાર