Home /News /national-international /Punjab Election 2022 : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, બે સીટો પરથી ચૂંટણી લડશે સીએમ ચરણજીત સિંહ ચન્ની

Punjab Election 2022 : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, બે સીટો પરથી ચૂંટણી લડશે સીએમ ચરણજીત સિંહ ચન્ની

પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Election 2022) માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી

Punjab Assembly elections 2022 - આ પહેલા પાર્ટી ચમકૌર સાહિબ સીટથી ચરણજીત સિંહ ચન્નીને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે

નવી દિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Election 2022) માટે કોંગ્રેસે ત્રીજ યાદી જાહેર કરી છે. જેમાં કુલ આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીની ત્રીજી લિસ્ટમાં સૌથી મોટું નામ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું (charanjit singh channi Election Seats)છે. નવા લિસ્ટમાં કોંગ્રેસ ચરણજીત સિંહ ચન્નીને (charanjit singh channi)ભદૌર (આરક્ષિત) વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા પાર્ટી ચમકૌર સાહિબ સીટથી ચરણજીત સિંહ ચન્નીને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સીએમ ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌર બે વિધાનસભા સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે.

નવા લિસ્ટમાં સીએમ સિવાય બીજા ઉમેદવારની વાત કરવામાં આવે તો અટારી વિધાનસભા સીટથી તરસેમ સિંહ સિયાલકા, ખેમકરનથી સુખપાલ સિંહ ભૂલ્લર, નવા શહેરથી સતબીર સિંહ સૈની, લુધિયાણાથી ઇશ્વરજોત સિંહ ચીમા, જલાલાબાદથી મોહન સિંહ ફલિયાવાલા, બરનાલાથી મનીષ બંસલ, જ્યારે પટિયાલાથી વિષ્ણુ શર્માને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો - કાર ચલાવનારા માટે ખુશખબરી, બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG અને LPG કિટ

કેપ્ટન અમરિંદર સિંહ સામે વિષ્ણુ શર્મા મેદાનમાં

કોંગ્રેસના નવા લિસ્ટમાં પટિયાલાથી વિષ્ણુ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મતભેદો પછી વિષ્ણુ શર્માએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. થોડાક દિવસો પહેલા તેમણે પાર્ટીમાં વાપસી કરી હતી. હવે કોંગ્રેસે પટિયાલાથી વિષ્ણુ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યાં તેમની ટક્કર પંજાબ લોક કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહ સામે થશે. બીજી તરફ આ સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતપાલ સિંહ કોહલી છે.

કોંગ્રેસની ત્રીજા યાદીમાં બીજો મોટો ફેરફાર એ જોવા મળ્યો છે કે પાર્ટીએ નવા શહેર વિધાનસભા ક્ષેત્રથી વર્તમાન ધારાસભ્ય અંગદ સિંહ સૈનીની ટિકિટ કાપી નાખી છે. અંદત સિંહ સૈની ઉત્તર પ્રદેશના રાયબરેલી સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંહના પતિ છે. હાલમાં જ અદિતિ સિંહે કોંગ્રેસ છોડીને ભાજપા પાર્ટી જોઈન કરી છે. ભાજપાએ તેમને રાયબરેલી સદરથી ઉમેરવાર બનાવ્યા છે. પાર્ટી તરફથી અંગદ સિંહ સૈનીને ટિકિટ ના આપવા પાછળ અદિતિ સિંહનો બળવો કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - UP Election: સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સ્લોગનનાં બહાને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

આ પહેલા કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે પોતાનું પ્રથમ લિસ્ટ 15 જાન્યુઆરીએ જાહેર કર્યું હતું. જેમાં પાર્ટીએ કુલ 86 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
First published:

Tags: Election 2022, Punjab Election 2022

विज्ञापन