Home /News /national-international /

Punjab Election Results 2022: પંજાબમાં પરિણામ પહેલાં સિદ્ધુની મોટી જાહેરાત, ટ્વીટર પર આપી માહિતી

Punjab Election Results 2022: પંજાબમાં પરિણામ પહેલાં સિદ્ધુની મોટી જાહેરાત, ટ્વીટર પર આપી માહિતી

નવજોત સિંઘ સિદ્ધુએ પંજાબના પરિણામ પહેલાં જ સીએલપી મીટિંગ બોલાવી દીધી

Punjab Election Results 2022: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં એક્ઝિટ પોલમાં (Exit Poll)માં આમ આદમી પાર્ટીની સરકારી બની રહી છે.

    પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result)ને હવે ગણતરીની કલાકો બાકી છે. આવતીકાલે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) પંજાબ (Punjab) ઉત્તરાખંડ (Uttrakhand) મણિપુર (Manipur) ગોવા (goa) રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. પંજાબ (Punjab Assembly Election) વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં મોટી ચહલ પહલ જોવા મળી રહી છે. પંજાબમાં એક્ઝિટ પોલ (Punjab Exit Poll)માં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બની રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ (Congress) હરકતમાં આવી ગઈ છે.

    પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધી (Navjot Singh Sidhu)એ પરિણામો પહેલાં જ મોટો નિર્ણય કરી લીધો છે. સિદ્ધુએ આજે સાંજે પંજબા કોંગ્રેસની લેજીસલેટિવ પાર્ટી મીટિંગ પીસીસી કાર્યલાય પર બોલાવી છે. સિદ્ધુએ ચંદીગઢમા સાંજે 5.00 વાગે આ મીટિગ બોલાવી છે.

    ગઈકાલે સાંજે ચંદીગઢમાં નવજોત સિદ્ધુના નિવાસ સ્થાને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ કાર્યરકોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સીએમ ચન્ની, કોંગ્રેસના નેતા અજય માકન, પવન ખેડા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કૉંગ્રેસે દરેક રાજ્યમાં એક વરિષ્ઠ નેતાને મોકલ્યો

    દૂધની દાઝેલી કૉંગ્રેસ છાસ પણ ફૂંકી ફૂંકી અને પી રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં મણિપુર અને ગોવામાં ન આવ્યા હોવા છતાં ભાજપે સરકાર બનાવી હતી. તેથી આ વખતે કોંગ્રેસ કોઈ કસર છોડવા માંગતી નથી. કોંગ્રેસે પોતાના ઉમેદવારો પર ચાપતી નજર રાખી છે અને મજબૂત કોમ્યુનિકેશન બનાવ્યું છે.

    આ પણ વાંચો : Punjab Election Results 2022: પંજાબમાં પરિવર્તન કે પુનવરાવર્તન, જાણો વોટિંગની ટકાવારી અને Exit Poll સહિતની માહિતી

    પંજાબનું વોટિંગ :

    પંજાબની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેમાં 72 ટકા જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં તે 75.45 અને 2012માં 78.20 ટકા હતું. જો કે, 2002ની ચૂંટણીમાં મતદાન ખૂબ જ ઓછું હતું અને તે માત્ર 65.14 ટકા હતું.



    કઈ સીટ પર મોટા ચહેરાઓ હતા ચૂંટણી મેદાનમાં?

    પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. સીએમ ચરણજીત ચન્ની પણ તેમની ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભગવંત માનને ધુરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું.

    ડ્રગ્સ કેસમાં ફસાયેલા બિક્રમ સિંહ મજીઠિયાએ નવજોત સિંહ સિદ્ધુના પડકારને ધ્યાનમાં લઈને અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી છે. બીજી તરફ SAD ચીફ સુખબીર બાદલ આ વખતે જલાલાબાદ સીટ પરથી ચૂંટણી લડ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Assembly Election 2022, Punjab Assembly Election-2022

    આગામી સમાચાર