ગત વર્ષે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા છે
punjab assembly election - પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચન્ની સતત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સીએમ ઉમેદવાર જાહેર કરવાની અપીલ કરી રહ્યા છે
ચંદીગઢ : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Assembly Election)કોંગ્રેસના (Congress)મુખ્યમંત્રીના ચહેરાને લઇને સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. ખબર છે કે ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)જ રાજ્યમાં પાર્ટીનો સીએમનો ચહેરો રહેશે. ખાસ વાત એ છે કે સીએમ ઉમેદવારની જાહેરાતને લઇને લાંબા સમયથી નિવેદનબાજી ચાલી રહી છે. બન્ને નેતા સીએમના નામની જાહેરાત કરવાની વાત કહી રહ્યા છે. ગત વર્ષે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા છે.
ન્યૂઝ 18 સાથે થયેલી ખાસ વાતચીતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ સીએમ તરીકે ચન્નીના નામને આગળ રાખવાની વાતથી ઇન્કાર કર્યો નથી. સાથે પાર્ટીના આંતરિક સર્વેમાં પણ ચન્નીનું નામ ઘણું ઉપર ચાલી રહ્યું છે. આ સિવાય રાજનીતિક જાણકારોનું માનવું છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનો મુકાબલો પણ ચન્ની કરી રહ્યા છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચન્ની સતત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સીએમ ઉમેદવાર જાહેર કરવાની અપીલ કરી રહ્યા છે. જેના પર રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે સીએમ ચહેરાનો નિર્ણય પાર્ટીના કાર્યકરો કરશે. જાલંધરમાં વર્ચ્યુઅલ રેલી દરમિયાન તેમણે કહ્યું કે અમે કારમાં ચર્ચા કરી છે કે કોણ પંજાબને આગળ લઇને જશે. મીડિયાના લોકો તેને સીએમ ઉમેદવાર કહી રહ્યા છે. ચન્ની જી અને સિદ્ધુ જી એ મને કહ્યું છે કે પંજાબ સામે એ સૌથી મહત્વનો સવાલ છે કે કોંગ્રેસની આગેવાની કોણ કરશે.
પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુ અને સીએમ ચન્ની વચ્ચે તણાવના સમાચાર સામે આવ્યા હતા. જોકે રાહુલ ગાંધીની હાજરીમાં સિદ્ધુ અને ચન્ની એકબીજાને ભેટ્યા હતા અને કહ્યું હતું કે તેમની વચ્ચે કોઇ ઝઘડો નથી. ચન્નીએ કહ્યું કે લોકો કહે છે કે અમારી વચ્ચે ઝઘડો છે. રાહુલ ગાંધી જી પંજાબ ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરે, અમે એક સાથે ઉભા રહીશું. ઉલ્લેખનીય છે કે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર