ચંદીગઢ : ખેડૂતોના લગભગ 22 યૂનિયન જે સંયુક્ત કિસાન મોરચાનો (Farmer Unions)ભાગ હતા અને તેમણે ત્રણ વિવાદાસ્પદ કૃષિ બિલો સામે વર્ષ ભર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હવે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Assembly Election-2022) ભાગ લેવાના ઇરાદાથી એક રાજનીતિક પાર્ટી સંયુક્ત સમાજ મોરચા (samyukt samaj morcha)બનાવવા માટે એક સાથે આવ્યા છે. પંજાબમાં (Punjab)ખેડૂતોના રાજનીતિક મોરચાનું નેતૃત્વ બીએસ રાજેવાલ કરશે. બીકેયૂ (ડકૌંડા) અને બીકેયૂ (લખોવાલ) સહિત ત્રણ એસોસિયેશન જલ્દી નક્કી કરશે કે પાર્ટીમાં સામેલ થવું છે કે નહીં. તે બધી 117 સીટો પર ચૂંટણી (Punjab Elections)લડશે. કિસાન નેતાઓએ શનિવારે આ વાતની પૃષ્ટી કરી છે.
કૃષિ કાનૂનો સામે વર્ષ ભર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાનૂનો પરત લેવાની જાહેરાત કરી હતી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ મહત્વપૂર્ણ ચૂંટણી લડવાના પોતાના મોટા નિર્ણયમાં કિસાન સંઘ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની માંગણી કરી શકે છે. કિસાન નેતાઓએ કહ્યું કે કોઇપણ ગઠબંધનની જાહેરાત પછી કરવામાં આવશે.
32 કિસાન સંગઠનોમાંથી 22એ કર્યો ચૂંટણી દંગલમાં ઉતરવાનો નિર્ણય
ચૂંટણી લડવાની જાહેરાત કરનાર આ 22 કિસાન સંગઠન પંજાબના તે 32 કિશાન સંગઠનોમાંથી છે જેમણે ત્રણ કૃષિ કાનૂનો સામે એક વર્ષથી વધારે સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કિસાન નેતા હરમીત સિંહ કાદિયાને કહ્યું કે પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાનું ગઠન કર્યું છે.
બીજી તરફ કિશાન આંદોલનમાં સામેલ રહેલા ઘણા કિસાન સંઘ જે સંયુક્ત કિસાન મોરચા (SKM)સંગઠનના ભાગ હતા. તેમણે ચૂંટણી રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કિર્તી કિસાન સંઘ, ક્રાંતિકારી કિસાન સંઘ, બીકેયૂ-ક્રાંતિકારી. દોઆબા સંઘર્ષ સમિતિ, બીકેયૂ-સિદ્ધપુર, કિસાન સંઘર્ષ સમિતિ અને જય કિસાન આંદોલને ચૂંટણી મેદાનમાં ઉતરવાની વિરદ્ધ છે. ચૂંટણી પ્રચાર માટે એસકેએમના બેનરનો ઉપયોગ થવાની સંભાવના નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર