ચંદીગઢ. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ પંજાબની જનતાને વાયદો કર્યો છે કે જો આગામી વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022)માં તેમની પાર્ટીની સરકાર બની તો દિલ્હીની જેમ વીજળીના ભાવ ઓછા કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, જ્યારે અમે વર્ષ 2013માં દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી લડ્યા તો લોકોને મનફાવે તેવા બિલ મળતા હતા. સરકાર પંજાબની જેમ જ વીજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી રહી હતી. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી ખૂબ ઓછા ભાવે મળે છે. આપણે પંજાબમાં પણ આ કરવાનું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબમાં ત્રણ મુખ્ય કામ કરીશું. પહેલું કામ- અમે દરેક પરિવારને 300 યૂનિટ મફત વીજળી આપીશું. બીજું કામ- તમામ પેન્ડિગ વીજળી બિલ માફ કરી દેવામાં આવશે અને લોકોના કનેક્શન ફરી શરૂ કરવામાં આવશે. ત્રીજું કામ- 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.
When we fought polls for the 1st time in Delhi in 2013, people used to get absurd electricity bills. The govt was colluding with electricity companies, just like Punjab. Today there's 24-hr electricity in Delhi at a very low rate. We've to do this in Punjab: AAP leader & Delhi CM pic.twitter.com/Ed2CBwxTZH
કેજરીવાલે કહ્યું કે, આશા છે કે આ ઘોષણાથી 70 ટકા પંજાબના પરિવારોના વીજળી બિલ ઝીરો થઈ જશે. વીજળી 24 કલાક મળશે પરંતુ બિલ નહીં આવે. સરકારમાં આવતાં વીજળીના ઘર કનેક્શનના તમામ બાકી બિલ માફ કરી દેવામાં આવશે. AAP સંયોજકે કહ્યું કે, વીજળીના કાપવામાં આવેલા કનેક્શનનું ફરી જોડાણ કરવામાં આવશે. કૉંગ્રેસ સરકાર પર નિશાન સાધતાં કેજરીવાલે કહ્યું કે, આ કેજરીવાલની ગરંટી છે, કેપ્ટનનો વાયદો નથી. તેમણે કહ્યું કે, સરકાર બનતા જ તમામ યોજનાઓ લાગુ કરવામાં આવશે. જોકે 24 કલાક વીજળી આપવામાં થોડો સમય લાગી શકે છે, નવી વ્યવસ્થા ઊભી કરી કરવી પડશે.
AAPના સુપ્રીમોએ કહ્યું કે, અમે મફત વીજળી આપવાનો કરિશ્મો દિલ્હીમાં કરીને બતાવ્યો છે અને અમે પંજાબમાં પણ કરીને બતાવીશું. તેમણે કહ્યું કે ખેડૂતોને પહેલાની જેમ પંજાબમાં વીજળી ફ્રી જ મળતી રહેશે. એક સવાલના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં જ્યારે અમારી સરકાર બની તો રેવન્યૂ 30 હજાર કરોડ રૂપિયા હતું, જેને વધારીને પોણા બે લાખ કરોડ કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પંજાબમાં નાણાની અછત નથી, જવો દારૂ માફિયા અને અનેક આવા માફિયા પર સકંજો કસવામાં આવે તો રાજ્યનું રેવન્યૂ વધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર