Home /News /national-international /

Punjab Election: સોનુ સુદના બહેનથી લઈ જેલમાં બંધ સુખપાલ ખૈરા સુધી, કોંગ્રેસના મોટા માથા ક્યાંથી લડશે ચૂંટણી, જાણો

Punjab Election: સોનુ સુદના બહેનથી લઈ જેલમાં બંધ સુખપાલ ખૈરા સુધી, કોંગ્રેસના મોટા માથા ક્યાંથી લડશે ચૂંટણી, જાણો

પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો (Punjab Assembly Election) માટે 14 ફેબ્રુઆરીએ મતદાન (Voting) થવાનું છે

punjab congress candidate list - પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election-2022)માટે કોંગ્રેસે 86 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી

નવી દિલ્હી : પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો (Punjab Assembly Election) માટે 14 ફેબ્રુઆરીએ મતદાન (Voting) થવાનું છે, જ્યારે મતગણતરી 10 માર્ચે યોજાશે. આ પહેલા તમામ રાજકિય પક્ષો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે (Congress) શનિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election-2022)માટે 86 ઉમેદવારો (Candates)ની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. જેમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (charanjit singh channi), પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (navjot sigh sidhu), નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવા અને ઓપી સોની સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર મુખ્યમંત્રી ચન્ની ફરી એકવાર ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે.

સિદ્ધુ તેમની વર્તમાન બેઠક અમૃતસર પૂર્વથી, રંધાવા તેમની વર્તમાન બેઠક ડેરા બાબા નાનકથી અને સોની તેમના વર્તમાન મતવિસ્તાર અમૃતસર મધ્યમાંથી ચૂંટણી લડશે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવા કાદિયાનથી ચૂંટણી લડશે. તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા અને અભિનેતા સોનુ સૂદના બહેન માલવિકા સૂદ મોગાથી પાર્ટીના ઉમેદવાર હશે.

આ પણ વાંચો - UP Chunav BJP Candidate List: BJP એ જાહેર કરી પ્રથમ યાદી, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી નહીં આ શહેરથી લડશે ચૂંટણી

આ મોટા ચહેરા લડશે ચૂંટણી જંગ

-પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ફરી એકવાર ચમકૌર સાહિબ બેઠક પરથી ચૂંટણી લડશે.

-પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ તેમની વર્તમાન સીટ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે.

-પંજાબના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુખજિંદર સિંહ રંધાવાને ડેરા બાબા નાનકથી ટિકિટ આપવામાં આવી છે.

-પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ઓમ પ્રકાશ સોનીને અમૃતસર સેન્ટ્રલથી ટિકિટ મળી છે.

-પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવા કાદિયાનથી ચૂંટણી લડશે.

-સોનુ સૂદની બહેન માલવિકા સૂદને મોગાથી ટિકિટ મળી છે અને વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે.

-પંજાબના પૂર્વ મુખ્યમંત્રી રાજીન્દર કૌર ભથલને લેહરા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે.

-જેલમાં બંધ સુખપાલ સિંહ ખૈરાને ભુલત વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે.

-સિદ્ધુ સિંહ મુસેવાલા માનસાથી ચૂંટણી લડશે. અહીંના વર્તમાન ધારાસભ્યને પક્ષ દ્વારા અવગણવામાં આવ્યા છે.

આ પણ વાંચો - UP Assembly Election: હું OBC છોકરી છું, તેથી મને ટિકિટ ન મળી, કોંગ્રેસની પોસ્ટર ગર્લે પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

-પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અબોહરથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ વખતે તેમના ભત્રીજા સંદીપ જાખરને ટિકિટ મળી છે.

-થોડા દિવસો પહેલા કોંગ્રેસમાં જોડાનાર આમ આદમીના સીટીંગ ધારાસભ્ય રૂબીને મલોટથી ટિકિટ મળી છે.

-મોહિત મોહિંદેરાને પટિયાલા (ગ્રામીણ)થી ટિકિટ આપવામાં આવી છે અને તેમના પિતા કેબિનેટ મંત્રી બ્રહ્મા મોહિંદેરાના સ્થાને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Assembly elections 2022, Punjab Assembly Election-2022

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन