Home /News /national-international /Punjab Assembly Election: પંજાબમાં કોંગ્રેસના CM ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી, રાહુલ ગાંધીએ જાહેરાત કરી
Punjab Assembly Election: પંજાબમાં કોંગ્રેસના CM ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી, રાહુલ ગાંધીએ જાહેરાત કરી
ચંદીગઢ : પંજાબમાં (Punjab Assembly Election)ચરણજીત સિંહ ચન્નીને (Charanjit Singh Channi)કોંગ્રેસે (Congress)સીએમના ઉમેદવાર બનાવ્યા છે. લુધિયાણામાં રવિવારે એક વર્ચ્યુઅલી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ ચન્નીને જનતાના સીએમ ગણાવ્યા અને કહ્યું કે તેમનામાં અહંકાર નથી. તે જનતા વચ્ચે જાય છે. પંજાબ (Punjab)કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)સીએમ ઉમેદવાર બનવાની રેસમાં પાછળ રહી ગયા છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી સીએમ ઉમેદવારને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હતી. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.
મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત થયા પછી તેમણે કહ્યું કે આ ઘણી મોટી લડાઇ છે જે હું એકલો લડી શકીશ નહીં. ના મારી પાસે પૈસા છે, ના એટલી હિંમત છે. હિંમત પણ પંજાબના લોકો આપશે, બધું પંજાબના લોકો કરશે.
સૂત્રોના મતે પંજાબ ચૂંટણીને લઇને કોંગ્રેસે પોતાના પોસ્ટર બનાવવાના શરૂ કરી દીધા છે. જેમાં ‘સાડ્ડા ચન્ની-સાડ્ડા મુખ્યમંત્રી’ના થીમ પર ઘણા સ્થાને પ્રચાર સામગ્રી બનાવવામાં આવી રહી છે. ગત વર્ષે સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે જુબાની જંગ પછી ચન્નીને પંજાબના સીએમ બનાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આ માટે IVR સર્વે કરાવ્યો હતો. જેમાં ચરણજીત સિંહ ચન્નીને સૌથી વધારે વોટ મળ્યા હતા.
બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ થોડા દિવસો પહેલા ચેતવણી આપતા કહ્યું હતું કે કોંગ્રેસે સીએમ ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ કારણ કે તે શક્તિ વગરનો દર્શનીય ઘોડો બનવા માંગતો નથી. તેમણે કહ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવી શકે છે. આ સિવાય સિદ્ધુએ કહ્યું હતું કે શીર્ષ પર બેસેલા લોકો કમજોર સીએમ ઇચ્છે છે. જે તેમની ધૂન પર નાચે. શું તમે આવો સીએમ ઇચ્છો છો. મતલબ સ્પષ્ટ છે કે સીએમના ચહેરાની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસમાં બબાલ થવાની સંભાવના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર