punjab assembly election 2022: પંજાબની ચૂંટણીમાં આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Capt. Amarinder Singh)ની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે.
પંજાબઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Election 2022) માટે આજે પંજાબ એનડીએ ગઠબંધન (Punjab NDA alliance)માં બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબની ચૂંટણીમાં આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Capt. Amarinder Singh)ની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે. સોમવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (BJP president JP Nadda)એ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ વચ્ચે સીટ વહેંચણી અંગે જાણકારી આપી હતી.
પંજાબમાં સોમવારે ભાજપ અને અમરિન્દર સિંહની પાર્ટી વચ્ચે બેઠકો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબની ચૂંટણીમાં ભાજપ 65 સીટો પર અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી લોક કોંગ્રેસ પાર્ટી 35 અને સંયુક્ત અકાલી દળ 17 સીટો પર ચૂંટણી લડશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પંજાબમાં સુરક્ષાનો મુદ્દો ઘણો મહત્ત્વપૂર્ણ છે.
#PunjabPolls | BJP will contest election on 65 seats, Punjab Lok Congress chief on 37 seats & SAD-Sanyukt Chief will contest election on 15 seats: BJP president JP Nadda pic.twitter.com/yRoGGIMyqZ
પાર્ટી અધ્યક્ષે વધુમાં કહ્યું કે, આ ચૂંટણી આગામી પેઢીઓને સુરક્ષિત કરવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ પંજાબને ફરીથી વિકાસના પાટા પર લાવવાનો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી (PM Narendra Modi)એ 1984ના રમખાણોની તપાસ માટે એસઆઈટી (SIT)ની પણ રચના કરી છે અને આજે આરોપીઓ જેલના શળીયા પાછળ છે. નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો પંજાબમાં બીજેપી ગઠબંધનની સરકાર બનશે તો પંજાબમાં ચાલી રહેલા માફિયા શાસનનો અંત આવી જશે.
સીટ વહેંચણીની જાહેરાત સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી, સુખદેવ સિંહ ઢીંડસા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મંચ પર હાજર રહ્યા હતા.
જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબ પાકિસ્તાનની સરહદ પર આવેલું રાજ્ય છે. તેથી દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી પંજાબમાં સ્થિર અને મજબૂત સરકાર હોવી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા આપણા દેશમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરે છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી. તેમણે કહ્યું કે અમે એ પણ જોયું છે કે કેવી રીતે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીનો પ્રયાસ કરવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર