પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું - યુવક અને યુવતી બે દિવસ સાથે રહે તો પણ લિવ ઇન રિલેશનશિપ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું - યુવક અને યુવતી બે દિવસ સાથે રહે તો પણ લિવ ઇન રિલેશનશિપ
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું - યુવક અને યુવતી બે દિવસ સાથે રહે તો પણ લિવ ઇન રિલેશનશિપ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડબલ બેન્ચે આ ટિપ્પણી પ્રેમી દ્વારા પ્રેમિકાની કસ્ટડી તેના માતા-પિતા પાસેથી લઈને તેને સોંપવાની અપીલની અરજી પર કરી

 • Share this:
  ચંદીગઢ : લાંબા સમય સુધી સંબંધ રાખતા સાથે રહેવું જ લિવ ઇન રિલેશનશિપ નથી તમે ફક્ત બે દિવસ પણ આ પ્રકારે સાથે રહો છો તો પણ લિવ ઇન રિલેશનશિપ માનવામાં આવે છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડબલ બેન્ચે આ ટિપ્પણી પ્રેમી દ્વારા પ્રેમિકાની કસ્ટડી તેના માતા-પિતા પાસેથી લઈને તેને સોંપવાની અપીલની અરજી પર કરી છે.

  આ પહેલા સિંગલ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરતા અરજીકર્તાએ કહ્યું હતું કે તેની પ્રેમિકા તેની સાથે લિન ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમિયાન તેના પરિવારજનો તેને બળપૂર્વક સાથે લઈ ગયા હતા. સિંગલ બેન્ચે કહ્યું હતું કે એવી કોઈ સાબિતી નથી કે જેનાથી સાબિત થાય કે યુવતી તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી. આ બધું યુવતીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ ટિપ્પણી સાથે સિંગલ બેન્ચે 1 લાખ દંડ ફટકારતા આ રકમ યુવતીને આપવા કહ્યું હતું.  આ પણ વાંચો - દિલ્હી, યૂપી, મુંબઈમાં પડી રહી છે ભીષણ ગરમી, આ રાજ્યોમાં IMDએ જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ

  સિંગલ બેન્ચના નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે યુવતી અને યુવક થોડોક સમય જ સાથે રહ્યા હતા. જેથી તેને લિવ ઇન રિલેશનશિપ માની શકાય નહીં. આ મુદ્દે હાઇકોર્ટે કહ્યું હતું કે જરુરી નથી કે યુવક અને યુવતી લાંબો સમય સાથે રહે. જો બે દિવસ પણ બંને એકસાથે રહે છે તો તે લિંવ ઇન રિલેશનશિપની શ્રેણીમાં આવે છે.

  જોકે હાઇકોર્ટ દ્વારા યુવકની ઉંમર પુછવામાં આવી તો યુવક 20 વર્ષનો હતો. જેથી તેની કસ્ટીમાં આપવાની માંગ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે યુવક 21 વર્ષની ઉંમરમાં પુખ્ત થાય છે અને તે પહેલા લગ્ન પણ કરી શકે નહીં. આવા સમયે યુવતીની કસ્ટડી તેને આપી શકાય નહીં.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ