Home /News /national-international /

Live In Relationshipમાં રહેતા કપલને હાઈકોર્ટે ન આપી સુરક્ષા, કહ્યું- આ એક અપવિત્ર સંબંધ

Live In Relationshipમાં રહેતા કપલને હાઈકોર્ટે ન આપી સુરક્ષા, કહ્યું- આ એક અપવિત્ર સંબંધ

પ્રતિકાત્મક તસવીર

Live In Relationship Case: જસ્ટિસ સંત પ્રકાશે કહ્યું કે, કોર્ટનું માનવું છે કે, હાલની અરજી એકથી વધુ કારણોસર ફગાવી દેવા યોગ્ય છે. તે સ્પષ્ટ છે કે, મહિલા પહેલેથી જ પરિણીત હતી અને તે લગ્નથી એક બાળકનો જન્મ થયો હતો.

    ચંડીગઢ: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે (Punjab and Haryana High Court) દંપતીની સુરક્ષા અરજી ફગાવી તે પહેલા વિવાહિત મહિલાના લિવ-ઇન સંબંધ(Live In Relationship)ને અપવિત્ર ગણાવ્યો છે. ન્યાયમૂર્તિ સંત પ્રકાશે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અરજદાર-દંપતીનો કેસ હતો કે, મહિલાના માતા-પિતાએ તેની ઇચ્છા વિરુદ્ધ જુલાઈ 2018માં તેના લગ્ન કર્યા હતા. તે લગ્નથી એક બાળકનો જન્મ થયો. પરંતુ મહિલા લગ્નથી નાખુશ હતી.

    પરણિત મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, પતિ તેના પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો. આથી તેણીએ પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું અને સહ-અરજદાર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, તેના પતિ અને અન્ય કેટલાક સંબંધીઓ તેના લિવ-ઇન સંબંધથી નાખુશ હતા અને તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. જસ્ટિસ સંત પ્રકાશે કહ્યું કે, અરજદારોને આશંકા છે કે ખાનગી પ્રતિવાદીઓ તેમને નુકસાન કરશે. આવી સ્થિતિમાં 13 ઓગસ્ટના રોજ તેમણે પોલીસ અધિકારીઓને ફરિયાદ સુપરત કર્યો હતો. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે તેને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની ફરજ પડી હતી.

    આ પણ વાંચો: PM મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, ‘પ્રભુ રામ તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે’

    ધ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, અરજદારોના વકીલને સાંભળ્યા બાદ જસ્ટિસ સંત પ્રકાશે જણાવ્યું હતું કે, કોર્ટનો મત છે કે, હાલની અરજી એકથી વધુ કારણોસર ફગાવી દેવા યોગ્ય છે. તે સ્પષ્ટ છે કે, મહિલા પહેલેથી જ પરિણીત હતી અને તે લગ્નથી એક બાળકનો જન્મ થયો હતો. લગ્નના થોડા સમય પછી, તેણી સહ-અરજદાર સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને હવે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલ કોર્ટને ખાતરી આપી શક્યા નહીં કે તેણીએ તેના પતિથી છૂટાછેડા લીધા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: High Court case, Live in Relashionship

    આગામી સમાચાર