Home /News /national-international /

67 વર્ષીય વ્યક્તિએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યાં, સુરક્ષા આપવાનો હાઇકોર્ટનો આદેશ

67 વર્ષીય વ્યક્તિએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યાં, સુરક્ષા આપવાનો હાઇકોર્ટનો આદેશ

શમશેર સિંઘ, નવપ્રિત કૌર (તસવીર સૌજન્ય HT)

67 વર્ષના શમશેર સિંઘ અને 24 વર્ષની નવપ્રીતે જાન્યુઆરી મહિનામાં ચંદીગઢ ગુરુદ્વારા ખાતે લગ્ન કર્યા હતા.

  ન્યૂઝ18 ગુજરાતી : પંજાબમાં એક 67 વર્ષીય વ્યક્તિએ 24 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા છે. સંગરુરના 67 વર્ષીય શમશેર સિંઘ અને 24 વર્ષની નવપ્રીત કૌરને સુરક્ષા પૂરી પાડવા અંગે પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટે પંજાબ પોલીસને આદેશ કર્યો છે.

  શમશેર સિંઘ અને નવપ્રીતે જાન્યુઆરી મહિનામાં ચંદીગઢ ગુરુદ્વારા ખાતે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો ખૂબ જ શેર કરવામાં આવી હતી. જે બાદમાં બંને હાઇકોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે બંનેને તેમના પરિવાર અને સંબંધીઓ તરફથી ધમકીઓ મળી રહી છે.

  હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે આ અંગે વકીલ મોહિત સદનાએ જણાવ્યુ કે, "આ એક અસામાન્ય લગ્ન હતા. બંનેના પરિવારના લોકોએ તેમના સંબંધનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી યુગલે પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. ચોથી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે સંગરુર પોલીસને આદેશ કર્યો હતો કે યુગલને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવે."

  આ પણ વાંચો : સાદગીનું ઉત્તમ ઉદાહરણ: IAS અધિકારી રૂ.18,000માં કરશે દીકરાના લગ્ન

  આ અંગે યુગલે કોઈ જ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ બંનેના વકીલે જણાવ્યું હતું કે આ લગ્ન કાયદેસર છે. આ અંગે વકીલે કહ્યુ કે, "બંને પુખ્ત વયના છે, અને બંનેને લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. કોઈ સંતાન ન હોવાથી આ લગ્ન બિલકુલ માન્ય છે."

  સંગરુરના એસએસપીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે હાઇકોર્ટે આ યુગલને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ કર્યો છે. નિયમ પ્રમાણે તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Couple, Marriage, Odd Marriage, Protection, Security, હાઇકોર્ટ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन