સેક્સની આ કેવી ભૂખ? કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાયો એક વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ
સેક્સની આ કેવી ભૂખ?
Haryana News: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક 52 વર્ષીય વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાઈ ગયો. પીડિતાને પાણીપતની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પીજીઆઈ રોહતક રેફર કરવામાં આવ્યો હતો.
દિલ્હી: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં 52 વર્ષના એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ કોલ્ડ ડ્રીકની બોટલમાં ફસાઈ ગયો હતો. આથી તાત્કાલીક તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિને પાણીપત જનરલ હોસ્પિટલમાંથી રોહતક પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન બાદ બોટલમાંથી ગુપ્તાંગ બહાર કાઢવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ બોટલ સાથે સંબંધ બનાવી રહ્યો હતો, જ્યારે તેનું ગુપ્તાંગ તેમાં ફસાઈ ગયું.
જાતીય ઈચ્છા માટે બોટલ સાથે સંબંધ બાંધતો
મળતી વિગતો પ્રમાણે પીડિય વ્યક્તિ હરિયાણાના પાણીપત પોલીસ સ્ટેશન વિસ્તારના કોલોનીનો રહેવાસી છે. આ વ્યક્તિ એકલો રહે છે, અને જાતીય ઈચ્છાની પૂર્તી માટે તે બોટલ સાથે સંબંધ બાંધતો હતો. પરંતુ આ વખતે તેનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો હતો. જાણકારી માટે ત્રણ વર્ષ પહેલા પણ તેની સાથે આવી ઘટના બનેલી છે, પરંતુ તે સમયે ડૉક્ટરે તેની સારવાર કરી લીધી હતી.
આ વખતે તેના ગુપ્તાંગમાં સોજો આવી ગયો હોવાથી ડૉક્ટર તેને નિકાળી શક્યા નહોતા. .જેથી તે આ વ્યક્તિને રોહતક પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યો હતો. પીજીઆઈમાં ડોક્ટરોએ ઓપરેશન કરીને પીડિતાના ગુપ્તાંગને બોટલમાંથી કાઢી નાખ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ પીડિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી પ્રમાણે આ વ્યક્તિ સેક્સ એડિક્ટ છે. અગાઉ પણ આવું બન્યું છે. હાલ આ વ્યક્તિ ક્યાં છે તેની કોઈ જાણકારી મળી નથી નથી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર