અમૃતસરઃ પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar) શહેર અને તરનતારનમાં નકલી દારૂ પીવાથી 21 લોકોનાં મોત થયા છે. આ જાણકારી પોલીસે આપી છે. પોલીસ (Punjab Police)નું કહેવું છે કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, જીવ ગુમાવનારા તમામ લોકો ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના હતા. મૃતકોમાંથી એકની ઓળખ કુલદીપ સિંહ તરીકે થઈ છે. આ દરમિયાન, મામલાની તપાસ માટે પોલીસ અધીક્ષકની દેખરેખમાં ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
મામલાની જાણકારી આપતા ડીજીપી દીનકર ગુપ્તાએ જણાવ્યું કે, પહેલા પાંચ મોત 29 જૂનની રાત્રે અમૃતસર ગ્રામ્યના પોલીસ સ્ટેશન તરસીકામાં મુચ્છલ અને તંગ્રામાં થયા હતા. 30 જુલાઈની સાંજે મુચ્છલમાં સંદિગ્ધ પરિસ્થતિઓમાં વધુ બે લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Punjab Chief Minister Captain Amarinder Singh orders a magisterial inquiry by Divisional Commissioner Jalandhar into the suspicious deaths of 21 people, allegedly due to consumption of spurious liquor, in Amritsar, Batala and Tarn Taran: Punjab Chief Minister's Office (file pic) pic.twitter.com/jTY3EuYcI3
આ મામલાની તપાસ કરતાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ મુજબ, આ મામલા પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)એ પણ નારાજગી વ્યક્ત કરતાં પોલીસને નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં ચાલી રહેલા કોઈ પણ પ્રકારના દારૂ બનાવવાના એકમો પર સકંજો કસવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસે બલવિંદર કૌરની ધરપકડ કરી છે. એસએસપી અમૃતસર-ગ્રામ્ય દ્વારા રચવામાં આવેલી SITની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ચાર મૃતકોનાં આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર