Home /News /national-international /

Punjab: પંજાબમાં કેજરીવાલે આપેલું વચન થશે પૂર્ણ, 1 એપ્રિલથી વીજળી મફત આપશે!

Punjab: પંજાબમાં કેજરીવાલે આપેલું વચન થશે પૂર્ણ, 1 એપ્રિલથી વીજળી મફત આપશે!

પંજાબમાં જીત બાદ અધિકારીઓ હવે આમ આદમી પાર્ટીની ચૂંટણીની જાહેરાતને લાગુ કરવામાં વ્યસ્ત છે.

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party, AAP) પંજાબમાં લોકોને આપવામાં આવેલી ગેરંટીનો અમલ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ આરોગ્ય અને શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (health and education infrastructure) માટે રોડમેપ તૈયાર કરવા અને બધાને 300 યુનિટ મફત વીજળી (free electricity guarantee) સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

વધુ જુઓ ...
    આમ આદમી પાર્ટી (Aam Aadmi Party, AAP) પંજાબમાં લોકોને આપવામાં આવેલી ગેરંટીનો અમલ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ આરોગ્ય અને શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (health and education infrastructure) માટે રોડમેપ તૈયાર કરવા અને બધાને 300 યુનિટ મફત વીજળી (free electricity guarantee) સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ધ ટ્રિબ્યુને આમ આદમી પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જો કે સરકારનું પ્રાથમિક ધ્યાન શપથ ગ્રહણ સમારોહને સુનિશ્ચિત કરવા પર છે, પક્ષના ટોચના અધિકારીઓ પહેલાથી જ શિક્ષણ અને આરોગ્ય નીતિઓ માટે માર્ગદર્શિકા ઘડવાની પ્રક્રિયામાં કરી રહ્યા રહ્યા છે.

    AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (AAP’s national convener Arvind Kejriwal) દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવા માટે આપવામાં આવેલી પ્રથમ ગેરંટી 1 એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

    આ પણ વાંચો- Gujarat Politics: નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે બહું ઝડપથી લેશે નિર્ણય, પત્રકાર પરિષદમાં આપ્યો સંકેત

    1 કરોડ વીજ ગ્રાહકો

    દરેક કેટેગરીમાં કુલ ગ્રાહકોની સંખ્યા અને વીજળી સબસિડી બિલ પર ડેટા પહેલાથી જ એકત્રિત કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં 1 કરોડ વીજ ગ્રાહકો છે, જેમાં 73 લાખ ઘરેલું ગ્રાહકો, 14 લાખ કૃષિ ગ્રાહકો (જેમને મફત વીજ પુરવઠો મળે છે), 11.50 લાખ વ્યાપારી ગ્રાહકો અને 1.50 લાખ ઔદ્યોગિક ગ્રાહકોનો સમાવેશ થાય છે. સરકારનું વાર્ષિક વીજળી સબસિડીનું બિલ રૂ. 10,000 કરોડ છે, જેમાં માત્ર ખેડૂતોને વીજળી સબસિડી તરીકે રૂ. 7,180 કરોડનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો- Parliamentary party meeting : બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી

    આવક વધારવાના વિચારો

    એવું કહેવાય છે કે પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો પણ નાણાંકીય બાબતોનું ધ્યાન રાખે છે. જો કે સદભાગ્યે AAPની તિજોરીમાં હજારો કરોડની કિંમતના કોઈ બિલ બાકી નથી. જેમ કે જ્યારે 2017માં SAD-BJP સરકાર પડી ભાંગી ત્યારે થઈ હતી. તેમ અધિક મુખ્ય સચિવ નાણા કેએપી સિંહાએ જણાવ્યું હતું. 'રાજ્યમાં વીજળીનું બિલ નથી.' સૂત્રો કહે છે કે નવી સરકાર એક્સાઈઝ અને રેતી ખનન દ્વારા આવક વધારવાનું વિચારી રહી છે. સરકાર આ વર્ષે એક્સાઇઝની આવક બમણી કરવા માંગે છે અને વિવિધ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Aam adami party, AAP news, Aarvind kejriwal, Bhagwant mann, Punjab New CM

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन