પંજાબઃ આશ્રમમાં ગયેલી 2 મહિલાઓ સાથે 4 પૂજારીએ કર્યું દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

News18 Gujarati
Updated: May 19, 2020, 8:22 AM IST
પંજાબઃ આશ્રમમાં ગયેલી 2 મહિલાઓ સાથે 4 પૂજારીએ કર્યું દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

પીડિત મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી તેમને ગોંધી રાખી, આવી રીતે થયો દુષ્કર્મનો પર્દાફાશ

  • Share this:
અમૃતસરઃ અમૃતસર (Amritsar)ના રામતીર્થ મંદિર (Ramtirth Mandir)માં બે મહિલાઓ દર્શન કરવા માટે ગઈ હતી, ત્યાં હાજર આશ્રમના ચાર પ્રમુખોએ મળી મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું. આ ચાર આરોપીમાંથી બેની પોલીસે ધરપકડ કરી લીધી છે અને બાકી બે આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસે મહિલાઓની ફરિયાદને આધારે આશ્રમના આ ચારેય પ્રમુખોની વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધી દીધો છે. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે આ બંને આરોપીઓની મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી જાણકારી મુજબ, 20 વર્ષ અને 40 વર્ષની બે મહિલાઓ રવિવારે રામતીર્થમાં દર્શન કરવા ગઈ હતી. પહેલાથી હાજર આશ્રમના બે શિષ્યો- સૂરજનાથ અને નછત્તર નાથ ત્યાં હાજર હતા. આ લોકો રૂમમાં ડેરો લગાવીને બેઠા હતા. આ બંને આરોપીઓએ મળીને મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું. મહિલાઓએ જણાવ્યું કે જ્યારે તેઓ તેની ફરિયાદ કરવા આશ્રમના બે પ્રમુખો- ગિરદારી નાથ અને ગિરધારીર વરિન્દર નાથની પાસે ગઈ તો આ બંને પણ તેમની પર દુષ્કર્મ આચર્યું.

દુષ્કર્મ બાદ મહિલાઓની ગોંધી રાખી

પોલીસે જણાવ્યું કે, મહિલાઓની ફરિયાદ મુજબ દુષ્કર્મ બાદ આ લોકોએ બંનેને ગોંધી રાખી હતી. એક મહિલાએ આરોપી પાસેથી મોબાઇલ છીનવી લઈને ઘટનાની જાણકારી ઘરના સભ્યોને આપી. ત્યારબાદ ડીએસપી અમનદીપ કૌરની આગેવાનીમાં પોલીસ ટીમ મંદિર રામતીર્થમાં પહોંચી અને બંને મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી. અનુસૂચિત જાતિ આયોગના એક સભ્યની લેખિત ફરિયાદ મળતાં આ કાર્યવાહી કરવામાં આવી.

આ પણ વાંચો, દીપડાએ ટ્રક ડ્રાઈવર પર કર્યો હુમલો, કૂતરાઓએ આવી રીતે બચાવ્યો જીવબે આરોપી ઝડપાયા, બે ફરાર

સોમવાર સવારે તેની જાણકારી પંજાબ રાજ્ય એસસી કમીશનના સભ્ય તરસેમ સિંહ સિયાલકાને મળી તો તેઓએ તાત્કાલિક તમામ જાણકારી એસએસપી વિક્રમજીત દુગ્ગલને આપી. એસએસપી દુગ્ગલે જણાવ્યું કે બે આરોપી ફરાર થઈ ગયા બાકી ગરદારી લાલ અને વરિન્દ્ર નાથની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓની વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 379, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો, શિલ્પા શેટ્ટીના 7 વર્ષના દીકરાએ મારી એવી બૅક ફ્લિપ, વીડીયો થયો વાયરલ


First published: May 19, 2020, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading