પુણે. મહારાષ્ટ્રના (Maharashtra) પુણે જિલ્લામાં (Pune District) 23 વર્ષીય મહિલાએ ‘પાણી પુરી’ને (Pani Puri) લઈ પતિ સાથે ઝઘડો થયા બાદ કથિત રીતે આત્મહત્યા (Suicide) કરી દીધી. પોલીસે (Pune Police) બુધવારે જણાવ્યું કે પતિ પત્નીને જણાવ્યા વગર જ ‘પાણી પુરી’ પેક કરાવીને ઘરે લાવ્યો હતો. પરંતુ, પત્નીએ પહેલાથી જમવાનું બનાવી દીધું હતું, જેને કારણે તેમની વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો. પોલીસે જણાવ્યું કે મહિલા પ્રતિક્ષ સરવડેના (Pratiksha Saravade) 2019માં ગહિનીનાથ સરવડે (Gahininath Saravade) સાથે લગ્ન થયા હતા અને બંનેની વચ્ચે ઘરેલુ કંકાસ થતી રહેતી હતી.
ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, ગત શુક્રવારે પત્નીને જણાવ્યા વગર તેનો પતિ ઘરે પાણી પુરી (Pani Puri) લઈને આવ્યો હતો. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો, કારણ કે મહિલાએ પહેલાથી જ જમવાનું બનાવી દીધું હતું. બીજા દિવસે મહિલાએ કથિત રીતે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં રવિવારે તેનું મોત થઈ ગયું. પોલીસે સોમવારે મહિલાના પતિની વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો મામલો નોંધ્યો છે.
‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, મૃતકની પત્નીની ઓળખ પ્રતીક્ષા સરવડે તરીકે થઈ છે. તે અંબેગાંવ પઠાર સ્થિત ઘરમાં 18 મહિનાના બાળક અને પતિની સાથે રહેતી હતી. પ્રતિક્ષાના પિતાએ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ગહિનીનાથ સરવડેની ધરપકડ કરી લીધી હતી અને મંગળવારે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સીનિયર ઇન્પેસેક્ટર જગન્નાથ કાલસકરે જણાવ્યું કે, એવું જાણવા મળ્યું છે કે વર્ષ 2019માં બંનેના લગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદથી જ પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ રહેતો હતો.
બે દિવસ પહેલા જ પુણેથી જ પતિ-પત્ની ના વિવાદમાં એક કંપાવી દેનારો મામલો સામે આવ્યો હતો. બે દીકરીઓના જન્મ બાદ દીકરો ન થવાના કારણે પુણેના પિંપરી-ચિંચવડના કામશેતમાં એક પતિ પોતાની પત્નીને ઢોંગી બાબા પાસે લઈ ગયો. બાબાએ પત્નીને અંગારા મોંઘા મૂકવા માટે કહ્યું. આ ઉપરાંત ઘરે આવતા પતિએ પત્નીને નગ્ન કરી આખા શરીર પર અંગારા મૂક્યા. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સાસુની ધરપકડ કરવામાં આવી છે અને પતિ ફરાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર