Home /News /national-international /જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

2500 રૂપિયાની આ બુલેટ થાળીને 60 મિનિટમાં ખતમ કરીને સોમનાથ પવારે પૂરી કરીને જીતી હતી રોયલ એનફિલ્ડ

2500 રૂપિયાની આ બુલેટ થાળીને 60 મિનિટમાં ખતમ કરીને સોમનાથ પવારે પૂરી કરીને જીતી હતી રોયલ એનફિલ્ડ

પુણેઃ દેશ-દુનિયામાં ખાવાના શોખીનોની કોઈ અછત નથી. આ લોકો સ્વાદિષ્ટ વ્યંજનોની શોધમાં દૂર-દૂર સુધી જતા હોય છે. પરંતુ જરા વિચારો કે જો આપને સ્વાદિષ્ટ વ્યંજન ખાવાની સાથે જ રોયલ એનફિલડ બુલેટ પણ ઈનામમાં મળે તો. જી હા, આવું શક્ય છે પુણેની એક રેસ્ટોરાં (Pune Restaurant)માં. અહીંની શિવરાજ હોટલમાં એક ખાસ પ્રકારની પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં જીતનાર વ્યક્તિને ઈનામમાં નવીનકોર રોયલ એનફિલ્ડ બુલેટ (Royal Enfield bullet) આપવામાં આવશે.

60 મિનીટમાં ખતમ કરવી પડશે થાળી

મૂળે, શિવરાજ હોટલના માલિક અતુલ વાઇકરે લોકોને હોટલ તરફ આકર્ષવા માટે આ પ્રતિયોગિતા શરૂ કરી છે. તેમના જણાવ્યા અનુસાર હોટલમાં એક મોટી નોન વેજ બુલેટ થાળી તૈયાર કરવામાં આવે છે. તેમાં તમામ વ્યંજનોનું કુલ વજન ચાર કિલોગ્રામ હોય છે. ઈનામ જીતવા ઈચ્છુક વ્યક્તિને આ થાળી 60 મિનિટમાં ખતમ કરવાની હોય છે. જે પણ આ થાળીના તમામ વ્યંજન 60 મિનિટમાં ખાઈ જશે તેને 1.65 લાખ રૂપિયાની રોયલ એનફિલ્ડ ઈનામમાં આપવામાં આવશે.

આ પણ વાંચો, કમાણી કરાવનારા 5 બિઝનેસ! શરૂ કરતાં જ થશે પૈસાનો વરસાદ, કોઈ ટ્રેનિંગની પણ જરૂર નથી

થાળીમાં કયા-કયા વ્યંજન?

શિવરાજ હોટલમાં લોકોને ઈનામ વિશે જણાવવા માટે બહાર પાંચ નવી રોયલ એનફિલ્ડ મૂકવામાં આવી છે. સાથોસાથ મેન્યૂ કાર્ડ અને પોસ્ટરમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે. આ બુલેટ થાળીમાં લોકોને નોન-વેજ વ્યંજન મળશે. તેમાં કુલ 12 વ્યંજન હશે, જેનું વજન 4 કિલોગ્રામ હશે. તેને તૈયાર કરવામાં 55 લોકોની મહેનત હોય છે. તેમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદુરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની સામેલ છે.

આ પણ જુઓ, PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

કેટલી છે થાળીની કિંમત?

શિવરાજ હોટલના માલિક અતુલે જણાવ્યું કે આ નોન-વેજ બુલેટ થાળીની કિંમત 2500 રૂપિયા રાખવામાં આવી છે. આ હોટલ 8 વર્ષ પહેલા ખુલી હતી. તેમાં હોટલ આ પહેલા પણ અનેક આકર્ષક ઓફર આપતી રહી છે. આ પહેલા એક રાવણ થાળી પણ લાવવામાં આવી હતી. તેમાં 8 કિલોગ્રામના વ્યંજન હતા. તેને 60 મિનિટમાં ખતમ કરનારને 5000 રૂપિયા રોકડ આપવામાં આવતા હતા. અત્યાર સુધી બુલેટ થાળીને એક જ કસ્ટમર ખતમ કરી શક્યો છે. તે સોલાપુરથી સોમનાથ પવાર છે. તેને એક બુલેટ આપવામાં આવી હતી.
First published:

Tags: Maharashtra, Pune, Restaurant, Royal enfield, Viral news, બુલેટ