Home /News /national-international /Bitcoin News: 300 કરોડના બિટકોઈન હજમ કરવા કોન્સ્ટેબલે રચ્યું ષડયંત્ર, આ રીતે થયો ખુલાસો

Bitcoin News: 300 કરોડના બિટકોઈન હજમ કરવા કોન્સ્ટેબલે રચ્યું ષડયંત્ર, આ રીતે થયો ખુલાસો

આ કેસમાં પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્રના પિમ્પરી-ચિંચવાડ (Pimpari Chinchwad)માં બિટકોઈન (Bitcoin)માં થયેલ એક વેપારીના અપહરણ (Kidnapping)નો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.

    મહારાષ્ટ્રના પિમ્પરી-ચિંચવાડ (Pimpari Chinchwad)માં બિટકોઈન (Bitcoin)માં થયેલ એક વેપારીના અપહરણ (Kidnapping)નો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલ (Police constable) સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર અપહરણનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પરંતુ પિમ્પરી-ચિંચવાડ પોલીસનો એક પોલીસકર્મી હતો જેણે તેના સાથીદારો સાથે મળીને 300 કરોડના બિટકોઈન મેળવવા માટે આ કાવતરું ઘડ્યું હતું.

    પિમ્પરી-ચિંચવાડ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિલીપ તુકારામ ખંડારે સ્પેશિયલ સાયબર ક્રાઈમ સેલમાં કામ કરતો હતો. ખંડારેને ખબર પડી કે બિટકોઈન વેપારી વિનય નાયક પાસે 300 કરોડની ક્રિપ્ટોકરન્સી છે. કરોડોની ક્રિપ્ટોકરન્સી જોઈને તેને લોભ થયો અને તેને પોતાના હિસ્ટ્રીશીટર દોસ્તો સાથે મળી વિનય નાયકનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્ર હેઠળ 14 જાન્યુઆરીએ વિનય નાયકનું અપહરણ કરીને એક હોટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પરિવાર પાસેથી ખંડણીની માંગ કરવામાં આવી હતી. પીડિતાના મિત્રએ વાકડ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી.

    આ પણ વાંચો- Crime News: સૂટકેસમાંથી મળેલી લાશને લઇ ભયાનક ખુલાસો, સમલૈંગિક સંબંધમાં મળ્યું મોત

    અપહરણમાં વપરાયેલી કાર સાથે ધરપકડ

    આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને બે ટીમ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ હતી. આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી. પોલીસની તત્પરતા જોઈને મુખ્ય કાવતરાખોર કોન્સ્ટેબલ દિલીપ ખંડારેને ઈશારો મળી ગયો અને આરોપીઓની ધરપકડના ડરથી પીડિત વિનય નાયકને છોડી દીધો હતો.

    આ પણ વાંચો- UP Election: CM યોગીનો અખિલેશ પર આકરો પ્રહાર, તમારા સપના 'કયામત'ના દિવસે પણ સાકાર નહીં થાય

    મુક્તિ બાદ નાયકે પોલીસને 300 કરોડના બિટકોઈન માટે અપહરણ થયાનુ જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે અપહરણમાં વપરાયેલી કાર સાથે ચાર આરોપી સુનીલ શિંદે, વસંત ચૌહાણ, ફ્રાન્સિસ ડિસોઝા અને મયુર શિર્કેની મુંબઈથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમાં વધુ ચાર લોકો સંડોવાયેલા છે અને આ કાવતરાનો માસ્ટર માઈન્ડ કોન્સ્ટેબલ દિલીપ ખંડારે છે. આ પછી પોલીસે ખંડેરે સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Maharashta, Pune news, બીટકોઈન Bitcoin

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन