પુણે બન્યું રહેવા લાયક નંબર-1 શહેર, જાણો અમદાવાદને મળ્યો કયો નંબર

News18 Gujarati
Updated: August 13, 2018, 7:01 PM IST
પુણે બન્યું રહેવા લાયક નંબર-1 શહેર, જાણો અમદાવાદને મળ્યો કયો નંબર

  • Share this:
આવાસ એન્ડ શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા સોમવારે રહેવા લાયક સૌથી સારા શહેરોની લિસ્ટ બહાર પાડી છે. જીવન સુગમતા સૂચકાંકમાં મહારાષ્ટ્રના પુણેએ બાજી મારતા નંબર વન પર છે. જ્યારે નવી મુંબઈને બીજો નંબર મળ્યો છે. જો કે, ભારતની રાજધાની દિલ્હીને 65મો નંબર મળ્યો છે. મંત્રાલય અનુસાર, ગ્રેટર મુંબઈને ત્રીજો રેન્ક મળ્યો છે. તે પછી તિરૂપતિ, ચંડીગઢ, થાણે, રાયપુર, ઈન્દોર, વિજયવાડા અને ભોપાલનું નંબર આવે છે.

આ સર્વેક્ષણ દેશના 111 શહેરોમાં કરવામાં આવ્યો. પુરીએ કહ્યું કે, જીવન સુગમતા સૂચકાંક ચાર માપદંડો-શાસન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌતિક અવસંરચનાના આધારે નક્કી કરવામાં આવ્યો છે. ચેન્નાઈને 14મો અને નવી દિલ્હીને 65મું સ્થાન મળ્યું છે. આવાસ અને શહેરી બાબતના મંત્રીએ કહ્યું કે, કોલકાતાએ સર્વેક્ષણમાં ભાગ લેવાથી ઈન્કાર કરી દીધું હતું.

આ સર્વેક્ષણમાં ગુજરાતે ભાગ લીધો હતો, જો કે ગુજરાતનો એકપણ શહેર ટોપ-20માં પણ આવી શક્યો નહતો. ગુજરાત તરફથી અમદાવાદ 23માં સ્થાને રહ્યો હતો.


First published: August 13, 2018, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading