ભારે વરસાદથી પુણેમાં આફત : 11 લોકોનાં મોત, 4 હજુ પણ ગુમ

News18 Gujarati
Updated: September 26, 2019, 10:58 AM IST
ભારે વરસાદથી પુણેમાં આફત : 11 લોકોનાં મોત, 4 હજુ પણ ગુમ
પુણેમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. (તસવીર : ANI)

પુણેના કલેક્ટરે પૂરની સ્થિતિને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે

  • Share this:
પુણે : મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં સતત પડી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને લોકો આફતનો સામનો કરી રહ્યા છે. વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં 11 લોકોનાં મોત થયા છે. સાહકર નગરમાં મૂશળધાર વરસાદથી એક દીવાલ ધસી પડી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં કાટમાળમાં દબાતાં મોત થયા. મૃતકોમાં એક બાળકી અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ચીફ ફાયરબ્રિગેડ ઓફિસર પ્રશાંત રાનપિસેએ જણાવ્યું કે, બુધવાર રાત્રે અર્નેશ્વર વિસ્તારમાં દીવાલ પડવાથી નવ વર્ષની એક બાળકી સહિત પાંચ લોકોના મોત થયા છે. ભાર વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, એક અન્ય ઘટનામાં સાહકર નગર વિસ્તારમાં એક વ્યક્તિનું શબ મળ્યું. જ્યારે સિંહગઢ રોડ પર પાણીમાં તણાઈ ગયેલી કારથી એક વ્યક્તિનું શબ મળ્યું છે.

આ ઉપરાંત, પૂર (Flood)માં ડૂબવાના કારણે વધુ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફાયર બ્રિગેડને તેમના મૃતદેહ ઘટનાસ્થળની પાસેથી મળી આવ્યા છે.

બુધવારે પુણે અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ પ્રાકૃતિક આપદાના કારણે ડઝનબંધ પશુઓના મોત થયા છે. સાથોસાથ 100થી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો (School) અને કોલેજો (College)માં રજા જાહેર કરી દીધી છે.

નોંધનીય છે કે, પુણેમાં ચોમાસું (Monsoon) ઘણું સક્રિય છે જેના કારણે ત્યાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજથાંભલા પડતાં અનેક ગાડીઓને નુકસાન થયું છે.

આ પણ વાંચો,

ભોપાલ હાઇપ્રોફાઇલ હનીટ્રેપ કેસ : SIT દિલ્હીની કૉલગર્લ સિમરનની ફાઇલ ફરીથી ખોલશે
NSA અજીત ડોભાલ જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે?
First published: September 26, 2019, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading