પુણેઃ આર્થિક તંગી આખો પરિવાર ભરખી ગઈ!, પહેલા પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

પુણેઃ આર્થિક તંગી આખો પરિવાર ભરખી ગઈ!, પહેલા પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત
પરિવારની તસવીર

ઘરના મોભીએ પહેલા પત્ની અને દોઢ વર્ષના માસૂની તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બાદમાં ઘરની છતના પંખા સાથે ફંદો લગાવીને ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

  • Share this:
    પુણેઃ મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (pune) હત્યા (murder) અને આત્મહત્યાની (suicide) ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આખો પરિવાર જોતજોતામાં ખત્મ થઈ જવાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

    મળતી માહિતી પ્રમાણે લોની કલાભોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં 38 વર્ષીય એક વ્યક્તિએ પોતાની પત્ની અને દોઢ વર્ષના માસૂમ પુત્ર સાથે રહેતો હતો. પોલીસ પ્રમાણે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરીને સનસનીખેસ ખુલાસોથોય હતો.



    લોની કલાભોર પોલીસે જાણવા મળ્યું કે ઘરના મોભીએ પહેલા પત્ની અને દોઢ વર્ષના માસૂની તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બાદમાં ઘરની છતના પંખા સાથે ફંદો લગાવીને ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

    આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

    આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

    આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

    આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

    પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ છેલ્લા કેટલાય મહિનાઓથી બેકાર હતો અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. કોરોના મહામારીના કારણે મુશ્કેલીઓ વધી ગઈ હતી. એટલા માટે તેણે ખૌફનાક પગલું ભર્યું હતું. પોલીસે ત્રણેયની લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી.



    ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉન આપવામાં આવેલું છે. તો કેટલાક રાજ્યોમા આંશિક લોકડાઉન આપીને કોરોના સામે લડાઈ લડાઈ રહી છે. પરંતુ આ લોકડાઉનના કારણે અનેક પરિવારો આર્થિક તંગીમાં સપડાયા છે અને કેટલાક લોકો આત્મહત્યા જેવું પગલું પણ ભરી રહ્યા છે.  (તસવીર સોર્સ  ક્રેડિટઃ- આજતક અને સત્યડે.કોમ)
    Published by:ankit patel
    First published:May 10, 2021, 23:11 pm

    ટૉપ ન્યૂઝ