Home /News /national-international /

લેડી ડોક્ટરનાં બાથરૂમથી લઇને બેડરૂમ સુધી લગાવાયા હતા હિડન કેમેરા, સિનિયર ડોક્ટરની ધરપકડ

લેડી ડોક્ટરનાં બાથરૂમથી લઇને બેડરૂમ સુધી લગાવાયા હતા હિડન કેમેરા, સિનિયર ડોક્ટરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

  પુણે: મહારાષ્ટ્રનાં (Maharashtra) પુણેમાં એક મહિલા ડોક્ટરનાં (Pune Lady Doctor) બાથરૂમથી લઇને બેડરૂમ સુધી હિડન કેમેરા (Hidden camera) લગાવવામાં આવ્યાં હતા. મહિલા ડોક્ટરને આ વાતની જાણ પણ ન હતી. જ્યારે મહિલા ડોક્ટર પોતાના હોસ્પિટલથી ઘરે ગઇ ત્યારે લાઇટ શરૂ થતી ન હતી. લાઇટ ચાલુ કરાવવા માટે ઇલેક્ટ્રિશયનને બોલાવ્યો ત્યારે આ આખો ભેદ ખુલ્યો. આ કેસમાં એક વરિષ્ઠ ડોક્ટરની (Doctor Sujit jagtap arrested) ધરપકડ કરવામાં આવી છે.

  ડોક્ટરના રૂમમાં છુપાયેલા કેમેરા લગાવવા બદલ ધરપકડ કરવામાં આવેલા વરિષ્ઠ તબીબને બે દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી ડોક્ટરનું નામ સુજિત જગતાપ છે. તેના ઉપર ભારતીય યુનિવર્સિટીના પ્રાંગણમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરના રૂમમાં જાસૂસી કેમેરા લગાવવાનો આરોપ છે. 42 વર્ષીય સુજીત જગતાપ એમડી છે.

  થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશ

  આ છુપાયેલા કેમેરા મળ્યા બાદ તબીબી ક્ષેત્રે મોટો વિવાદ સર્જાયો છે. આરોપી ડોક્ટરને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને બે દિવસની પોલીસ કસ્ટડીમાં રાખ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, ડો. સુજીતે એમેઝોનથી ગુપ્ત કેમેરા સાથે બલ્બ મંગાવ્યો હતો.

  ભારતી યુનિવર્સિટીના કેમ્પસમાં રહેતી 31 વર્ષીય ડોક્ટર મહિલાના બેડરૂમમાં અને બાથરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં મહિલા ડોકટરે ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

  સુરત: બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ શીખવ્યો બરાબરનો પાઠ, થયો સીધો જેલભેગો

  થોડા દિવસો પહેલા, એવું બહાર આવ્યું હતું કે, પુણેમાં ભારતી યુનિવર્સિટી કેમ્પસમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી એક મહિલા ડોક્ટરના બેડરૂમમાં અને બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા.  પીડિતા સવારે 8: 45 વાગ્યે રાબેતા મુજબ કામ પર ગઈ હતી. તે સાંજે સાત વાગ્યાની આસપાસ રૂમમાં પરત આવી ત્યારે તેને તેના બાથરૂમમાં અને બેડરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યાં હતાં. ત્યારબાદ પીડિતાએ 6 જુલાઈ 2021ના ​​રોજ ફરિયાદ નોંધાવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Maharashtra, ગુનો, ડોક્ટર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन