દલિત પ્રોફેસર આનંદ તેલતુંબડેની ધરપકડ, નક્સલીઓ સાથે સાંઠગાંઠનો આરોપ

દલિત પ્રોફેસર આનંદ તેલતુંબડે (ફાઇલ ફોટો)

28 ઓગસ્ટ 2018ના રોજ પુણે પોલીસ દ્વારા સાત લોકોના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આનંદ તેલતુંબડે પણ સામેલ હતા

 • Share this:
  ભીમા કોરેગાંવ મામલામાં આરોપી રહેલા દલિત પ્રોફેસર આનંદ તેલતુંબડની પોલીસે મુંબઈથી ધરપકડ કરી લીધી છે. આનંદ તેલતુંબેડ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ નક્સલીઓના સંપર્કમાં છે. આનંદ તેલતુંબડે ગોવાની ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણાવે છે.

  આ મામલામાં પુણેની એક વિશેષ કોર્ટે શુક્રવારે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. વધારાના સત્રના જજ કિશોર વડનેએ કહ્યું કે તેમની વિરુદ્ધ પોલીસની પાસે પૂરતા પુરાવા છે.

  સુપ્રીમ કોર્ટ દ્વારા ભીમા કોરેગાંવ મામલામાં આનંદ તેલતુંબડેની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની તેમની પિટિશન ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ જ તેમણે પુણેની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

  આ પણ વાંચો, ચૂંટણીનો ગરમાવો તેજ: ચન્દ્રાબાબુ નાયડુ અરવિંદ કેજરીવાલને મળ્યા

  28 ઓગસ્ટ 2018માં પુણે પોલીસ દ્વારા સાત લોકોના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આનંદ તેલતુંબડે પણ સામેલ હતા. તેમાંથી ચાર લોકો સુધા ભારદ્વાજ, પી વરવારા રાવ, વર્નન ગોંજાલ્વિસ અને અરુણ પરેરા હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે ગયા વર્ષે આ ચાર લોકોની ધરપકડ કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: