પુણે : કાર-ટ્રક વચ્ચેના અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

ઓવર સ્પીડ કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે ટકરાઈ

News18 Gujarati
Updated: July 20, 2019, 12:44 PM IST
પુણે : કાર-ટ્રક વચ્ચેના અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
ઓવર સ્પીડ કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે ટકરાઈ
News18 Gujarati
Updated: July 20, 2019, 12:44 PM IST
પુણેમાં શુક્રવાર મોડી રાત્રે ભીષણ દુર્ઘટના બની. કદમ વકવસ્તી ગામની પાસે પુણે-શોલાપુર હાઈવે પર એક કાર અને ટ્રક સામ-સામે ટકરાઈ ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સવાર 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતકોના શબોને સ્થાનિક લોકોની મદદથી કારથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસે જણાવ્યું કે તમામ મૃતક પુણેના યાવત ગામના રહેવાસી છે.

ઓવર સ્પીડ બન્યું મોતનું કારણ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રે લગભગ એક વાગ્યે કાર શોલાપુર તરફ જઈ રહેલી કારની ઝડપ ખૂબ જ વધારે હતી. આ દરમિયાન અચાનક કાર લહેરાવા લાગી અને ચાલકનું તેની પર નિયંત્રણ ન રહ્યું. ત્યારબાદ તે ડિવાઇડર પાર કરી પુણેની તરફ જઈ રહેલી એક ટ્રકમાં ઘૂસી ગઈ.

આ પણ વાંચો, બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે

ત્યારબાદ કાર સવારોને બચાવવા માટે લોકો ત્યાં દોડ્યા પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.

મૃતકોની ઓળખ અક્ષય ભારત વાઇકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત વાબલે, સોનૂ ઉર્ફ નૂર મહમદ અબ્બાસ દાયા, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દત્તા ગણેશ યાદવ અને જુબેર અજિજ મુલાંની મયતા તરીકે થઈ છે. તમામ એક જ ગામના રહેવાસી છે.

આ પણ વાંચો, બાવળા-સાણંદ રોડ પર ST બસ અને ટ્રક અથડાતા બે બાળકોનાં મોત, 30થી વધુ ઘાયલ
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...