Home /News /national-international /Saturday Special: 500 ગ્રામ દૂધની થેલી કરતા પણ ઓછા વજન સાથે જન્મેલી છોકરીએ જિંદગીની જંગ જીતી

Saturday Special: 500 ગ્રામ દૂધની થેલી કરતા પણ ઓછા વજન સાથે જન્મેલી છોકરીએ જિંદગીની જંગ જીતી

પુનેમાં પ્રિ-મેચ્યોર ડિલિવરી પછી બાળકી જીંદગીની જંગ જીતી

Pune Baby Shivanya: પુનેમાં જન્મેલી શિવાન્યા જિંદગી સામેની જંગ જીતી ગઈ છે. જન્મ સમયે બાળકનું વજન માત્ર 400 ગ્રામ હતું અને તેની લંબાઈ 30 સેન્ટિમીટર જેટલી હતી. પરંતુ તે તકલીફો સામે યોદ્ધાની જેમ લડી હતી, બાળકીએ 94 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેની સારવાર પાછળ થયેલા હોસ્પિટલના બીલનો આંકડો પણ આંચકો અપાવે તેવો છે.

વધુ જુઓ ...
હિમાની ચંદ્રા, પુનેઃ 9 મહિના સુધી તકલીફો વેઠીને બાળકને પેટમાં રાખ્યા પછી તેના જન્મ સમયે પણ મહિલાએ ભારે કષ્ટ વેઠવો પડતો હોય છે. આવામાં જો બાળકને કોઈ સમસ્યા હોય તો તેની પીડા એક માથી વધારે કોઈ સમજી શકતું નથી. પુનેમાં બનેલી એક ઘટનામાં પણ મહિલાને પોતાનું બાળક કઈ રીતે જીવશે તે અંગે સતત મુઝવણ થઈ રહી હતી. પરંતુ આખરે એક અડધા લિટર દૂધની થેલી કરતા ઓછા વજન સાથે જન્મેલી બાળકી આજે તંદુરસ્ત છે.

પુનાના IT પ્રોફેશનલ ઉજ્જવલા જાણતા હતા કે તેમને પ્રેગનેન્સી દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડશે. તેમને બાળક કઈ રીતે જીવશે તેને લઈને પણ ચિંતા થતી હતી. જોકે, તેમને તકલીફો વેઠીને પણ પ્રેગનેન્સીને આગળ વધારી હતી, આ પછી ઉજ્જવલાની પ્રિ-મેચ્યોર ડિલિવરી થઈ હતી અને તેમણે બાળકીને જન્મ આપ્યો હતો.

500gm દૂધની થેલીથીઓછા વજનની હતી બાળકી


ઉજ્જવલાની દીકરી શિવાન્યાનો જન્મ થયો ત્યારે તેનું વજન માત્ર 400 ગ્રામ હતું, એટલે કે શિવાન્યાનો જન્મ થયો ત્યારે તે એક અડધો લિટર દૂધની થેલી કરતા પણ ઓછું વજન ધરાવતી હતી. સામાન્ય રીતે બાળકનો જન્મ થયા ત્યારે તેનું વજન 2.5 કિલોગ્રામથી 4.5 કિલોગ્રામ હોવું જોઈએ. આ સિવાય ઉજ્જવલાની દીકરી જન્મ સમયે 1 ફૂટ કરતા પણ ઓછી લંબાઈની હતી, તેની લંબાઈ લગભગ 30 સેન્ટિમીટર જેટલી હતી.

ચિંચવડમાં આવેલા નર્સિંગ હોમમાં બાળકીનો જન્મ થયો ત્યારે તેને તાત્કાલિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. જન્મ સમયે શિવાન્યાની નાજુક હાલત હોવાથી તેને સૂર્યા મધર એન્ડ ચાઈલ્ડ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જોકે, બાળકી સરળતાથી મોટી નથી થઈ ગઈ, શરુઆતના ત્રણ મહિના દરમિયાન તેણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. શિવાન્યા 94 દિવસની થઈ ત્યાં સુધી તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવી હતી. જ્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેનું વજન 2.13 કિલોગ્રામ હતું.

હોસ્પિટલે દાવો કર્યો કે શિવાન્યા ભારતની સૌથી પહેલી 24-અઠવાડિયાના પ્રિ-મેચ્યોર સમયમાં ડિલિવરી કરાવી હતી, જન્મ સમયે તેનું વજન માત્ર 400 ગ્રામ હતું, જોકે, તે જીવન સામેની જંગ જીતવામાં સફળ થઈ છે. આ પહેલા અમદાવાદમાં એક કેસ બન્યો હતો કે જેમાં બાળક 22 અઠવાડિયે જન્મ્યું હતું અને તેનું વજન 492 ગ્રામ હતું.

જ્યારે માતાએ પહેલીવાર દીકરીને જોઈ તો શું થયું હતું?


ઉજ્જવલાએ News18 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, "જ્યારે મેં તેને પહેલીવાર જોઈ ત્યારે તેની આખો એકદમ પહોળી ખુલ્લી રાખી હતી. તેનો પ્રિ-મેચ્યોર જન્મે થયો હતો, હજુ કંઈ વધારે વિગતો નહોતી, તેની પહેલી ચમક જોઈને મને વિશ્વાસ આવી ગયો હતો કે તે જીવી જશે." ઉજ્જવલાએ જણાવ્યું કે, "જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે મેં મણિકર્ણીકા, શિવાજી મહારાજ, ભગતસિંહ અને અન્ય ફિલ્મો જોઈ હતી. મારી દીકરીએ પણ તે જોયું અને યોદ્ધાની જેમ તે લડી હતી."

ઉજ્જવાલા અને તેના પતિ શશિકાંત પવાર બન્ને IT પ્રોફેશનલ તરીકે પુનેમાં કામ કરે છે, તેમણે શિવાન્યાના જન્મ પછી હોસ્પિટલમાં 21 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઉજ્જવાલાએ જણાવ્યું કે, "અમારા નોકરીના માલિક, લોકોએ કરેલી મદદ સહિત અમે અમારી તમામ બચત હોસ્પિટલ ખર્ચ પાછળ વાપરી નાખી હતી, પરંતુ જે લડત કરી હતી તેનાથી ફાયદો થયો."
First published:

Tags: Gujarati news, Pregnancy, Pune, Pune news, Women Health, Women Health સ્ત્રી આરોગ્ય

विज्ञापन