ક્યારેક રિક્ષા ચલાવતા હતા BJPના આ નેતા, બન્યા હવે મેયર

News18 Gujarati
Updated: August 5, 2018, 8:11 AM IST
ક્યારેક રિક્ષા ચલાવતા હતા BJPના આ નેતા, બન્યા હવે મેયર
રાહુલ જાધવે 1997થી 2002 વચ્ચે લગભગ પાંચ વર્ષ સુધી પિંપરી-ચિંચવડના રસ્તાઓ પર રિક્ષા ચલાવી...

રાહુલ જાધવે 1997થી 2002 વચ્ચે લગભગ પાંચ વર્ષ સુધી પિંપરી-ચિંચવડના રસ્તાઓ પર રિક્ષા ચલાવી...

  • Share this:
ક્રિકેટ બાદ હવે દેશની રાજનીતિમાં પણ નાના શહેર કે નાનું કાર્ય કરી મોટા પદ સુધી પહોંચવાના ઉદાહરણ જોવા મળી રહ્યા છે. હવે આમાં એક રિક્ષા ચાલકનું નામ પણ જોડાઈ ગયું છે. આ રિક્ષા ચાલક જે શહેરની ગલીઓમાં રિક્ષા ચલાવતો હતો હવે તે એજ શહેરનો પ્રથમ નાગરીક એટલે કે મેયર બની ગયો છે.

આ એકદમ પ્રરણાદાયક સ્ટોરી મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડની છે. અહીં શનીવારે મેયર અને ઉપ મેયર પદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં સત્તાધારી ભાજપાના મેયર પદના ઉમેદવાર રાહુલ જાધવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિનોદ નઢેને હરાવ્યા છે. રાહુલ જાધવને 80 મત મળ્યા, જ્યારે તેમના વિરોધી ઉમેદવારને માત્ર 33 વોટ મળ્યા. રાષ્ટ્રવાદી અને ભાજપાના ત્રણ નગર સેવક ગેરહાજર રહ્યા.

રાહુલ જાઢવે મેયર પદની ચૂંટણીમાં ભલે સરળતાથી વિજય મેળવ્યો હોય, પરંતુ તેમના માટે આ પદ સુધી પહોંચવું સરળ ન હતું. રાહુલ જાધવે 1997થી 2002 વચ્ચે લગભગ પાંચ વર્ષ સુધી પિંપરી-ચિંચવડના રસ્તાઓ પર રિક્ષા ચલાવી. પરિસ્થિતિ એવી ન હતી કે, રાહુલ ખેતી કરી શકે. જેથી તેમણે 10માં ધોરણનો અભ્યાસ કર્યા બાદ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.

રાહુલની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ 2006માં આવ્યો જ્યારે તે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નિર્માણ સેના સાથે જોડાઈ ગયા. ત્યારબાદ રાહુલ ઝડપી જાહેર જીવનમાં આગળ વધવા લાગ્યા. દરેકની મદદ માટે હંમેશા તૈયાર રહેવાની ધગશે રાહુલને પોતાના વિસ્તારમાં ઘણી લોકપ્રિયતા મળતી ગઈ. પરિણામ એ આવ્યું કે, 2012ની ચૂંટણીમાં તેમણે મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યો. રાહુલ ચૂંટણી જીતી નગર સેવક બની ગયા.

પાંચ વર્ષ સુધી મનસેની સાથે રહ્યા બાદ રાહુલ જાધવ 2017માં ભાજપા સાથે જોડાઈ ગયા. હાલના મેયર નિતિન કાલજે અને ઉપ મેયર શૈલજા મોરેએ સવા વર્ષના કાર્યકાળ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ. ત્યારબાદ શનીવારે યોજાયેલ ચૂંટણીમાં રાહુલ જાધવ મેયર અને ભાજપાના જ ઉમેદવાર સચિન ચિંચવડે ઉપ મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
First published: August 5, 2018
વધુ વાંચો
अगली ख़बर