Home /News /national-international /Pune Accident: લોખંડનો સ્લેબ નીચે પડતાં સળિયા મજૂરોનાં શરીરમાં ઘૂસી ગયા, સાતનાં મોત, ત્રણ ગંભીર

Pune Accident: લોખંડનો સ્લેબ નીચે પડતાં સળિયા મજૂરોનાં શરીરમાં ઘૂસી ગયા, સાતનાં મોત, ત્રણ ગંભીર

પુણે અકસ્માતમાં 7 મજૂરોનાં મોત

Pune Accident: મહારાષ્ટ્રના પુણેમાં એક ગમખ્વાર અકસ્માત (Pune Accident) સર્જાયો છે જેમાં 7 મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો સ્લેબ પડ્યો હતો જ્યાં 10 મજૂરો કામ કરતાં હતાં. આ સ્લેબનાં 16 mm ના સળિયા તેમની અંદર ઘૂસી ગયા હતા. મહારાષ્ટ્રના પુણેમાં એક અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે. જ્યારે 3 લોકો (7 Dead and 3 Injured) ઘાયલ થયા છે.

વધુ જુઓ ...
    મહારાષ્ટ્રના પુણેમાં એક ગમખ્વાર અકસ્માત (Pune Accident) સર્જાયો છે જેમાં 7 મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો સ્લેબ પડ્યો હતો જ્યાં 10 મજૂરો કામ કરતાં હતાં. આ સ્લેબનાં 16 mm ના સળિયા તેમની અંદર ઘૂસી ગયા હતા. મહારાષ્ટ્રના પુણેમાં એક અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે. જ્યારે 3 લોકો (7 Dead and 3 Injured) ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે યરવડા વિસ્તારના શાસ્ત્રીનગરમાં બની હતી. પૂણેમાં બનેલી આ ઘટનામાં આ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો એક સ્લેબ પડી ગયો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે છે અને બચાવ કાર્ય કરી રહી છે.

    આ પણ વાંચો- Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

    સાત લોકોનાં મોત- ઝોન-5ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિદાસ પવારે જણાવ્યું કે આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.



    ફાયરબ્રિગેડ અને પોલીસ કામે લાગ્યા - એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બિલ્ડિંગના ભોંયરામાં થયો હતો.



    પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો-Ahmedabad Crime: પત્ની સાથે ઝઘડો થતાં પતિએ 5 વર્ષનાં માસૂમ સાળાની હત્યા કરી નાખી, લાશ કેનાલમાં ફેંકી દીધી

    સ્લેબ નાખતી વખતે અકસ્માત થયો- તમને જણાવી દઈએ કે લોખંડનો સ્લેબ નાખતી વખતે આ અકસ્માત થયો હતો. તેને નાખવા માટે લોખંડના સળિયા વડે જાળી બનાવવામાં આવી હતી. કામદારો નેટના ટેકા પર ઉભા રહીને કામ કરી રહ્યા હતા. ત્યારબાદ આ જાળી 10 મજૂરો પર પડી અને લોખંડના સળિયા કામદારોના શરીરમાં ઘૂસી ગયા. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કટરની મદદથી જાળી નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 7 death, Pune accident, Slab collapsed, અકસ્માત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन