કોરોનાએ માનવતાને મારી નાખી! માતાનાં મૃતદેહ પાસે બે દિવસ બેસી રહ્યો માસૂમ, કોઈએ મદદ ન કરી

પ્રતીકાત્મક તસવીર.

પોલીસ કોન્સ્ટેબલ સુશીલા ગભાલે અને રેખા વાઝેએ બાળકની ઊંચકી લીધો હતો અને તેને જમવાનું આપ્યું હતું.

 • Share this:
  પુણે: કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે આખા દેશમાંથી ડરાવનારી કહાનીઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રના પુણે (Pune)ના એક સમાચાર તમામ લોકોને દુઃખી કરી ગયા છે. અહીં પોલીસને એક ઘરમાંથી 18 મહિનાનું બાળક મળી આવ્યું છે. બાળક પોતાની માતાના મૃતદેહ પાસે બેઠો હતો. હાલત એવી હતી કે બે દિવસથી કોવિડથી મોત બાદ માતાના મૃતદેહ પાસે બેસી રહેલા બાળકને કોઈએ કોરોનાના ડરને કારણે લીધો ન હતો. એવામાં બે મહિલા કોન્સ્ટેબલ (Woman constable) મદદ માટે આવી હતી.

  પિંપરી ચિંચવાડ સ્થિત એક ઘરમાં મહિલાના મૃતદેહ પાસે એક બાળક મળી આવ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાનું મોત શનિવારે થયું છે. જે બાદમાં બાળક માતાનાં મૃતદેહ પાસે ભુખ્યો અને તરસ્યો બેસી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાના ડરને કારણે કોઈ વ્યક્તિ મદદ માટે આગળ આવ્યું ન હતું. મજબૂર થઈને મકાન માલિકે પોલીસને જાણ કરી હતી.

  આ પણ વાંચો: COVID-19 in India: દેશમાં કોરોના બેકાબૂ બન્યો, એક જ દિવસમાં ચાર લાખ નવા કેસ, 3,523 દર્દીનાં મોત

  સોમવારે ઘરે આવી પહોંચેલી પોલીસને માલુમ પડ્યું કે ઘરમાં એક મૃતદેહ પડ્યો છે. આ બાળક મૃતદેહ પાસે જ બેઠો હતો. જે બાદમાં પોલીસ કોન્સ્ટેબલ સુશીલા ગભાલે અને રેખા વાઝેએ બાળકની ઊંચકી લીધો હતો અને તેને જમવાનું આપ્યું હતું. ગભાલાએ કહ્યું કે, "મારા બે બાળકો છે. એક આઠ અને બીજો છ વર્ષનો છે. આ બાળક મને મારા દીકરા જેવો લાગ્યો હતો." મહિલા કોન્સ્ટેબલના કહેવા પ્રમાણે બાળક ફટાફટ દૂધ પી ગયો હતો. કારણ કે તે બે દિવસથી ભૂખ્યો હતો. કોન્સ્ટેબલ રેખાએ જણાવ્યું કે, તાવ સિવાય બાળક એકદમ તંદુરસ્ત છે.

  આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ ખાતે ટેકવ્યું માથું, પ્રાર્થના કરી

  વાઝેએ કહ્યું કે, "બાળકને જ્યારે ડૉક્ટર પાસે લઈને ગયા ત્યારે તેમણે જણાવ્યું કે થોડો તાવ છે. ડૉક્ટરે બાળકને યોગ્ય ભોજન આપવાની સલાહ આપી હતી. બાળકને પાણી અને બિસ્કિટ આપ્યા બાદ કોરોના ટેસ્ટ માટે હૉસ્પિટલ લઈ ગયા હતા." આ તમામ વચ્ચે સારા સમાચાર એ છે કે બાળકનો કોરના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકને સરકારી શિશુ-ગૃહમાં મોકલવામાં આવ્યું છે. જોકે, મહિલાની ઑટોપ્સી માધ્યમથી તેણીના મોતનું કારણ જાણવાનું બાકી છે.

  આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયાએ ભારતથી આવતા પોતાના નાગરિકો પર મૂક્યો પ્રતિબંધ, નિયમ તોડવા પર પાંચ વર્ષ સુધીની જેલ  મહારાષ્ટ્રની હાલત ખરાબ:

  દેશમાં કોરોના વાયરસથી મહારાષ્ટ્ર રાજ્યની હાલત સૌથી ખરાબ થઈ છે. શુક્રવારે અહીં કોરોના વાયરસના નવા 62,919 કેસ નોંધાયા હતા. આ સાથે જ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 828 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધી 46 લાખ 02 હજાર લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોનાથી 68,813 લોકોનાં મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: