સર્જિકલ સ્ટ્રાઇકની બીકે પાકિસ્તાને LoC નજીકના આતંકવાદી કેમ્પ ખાલી કર્યા

(પ્રતિકાત્મક તસવીર)

સૂત્રોએ જણાવ્યું કે શિયાળા બાદ 50થી 60 ચોકીઓ સેના ખાલી કરી દેતી હતી જે હજુ સુધી ભરાયેલી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ સમગ્ર દેશ આક્રોશમાં છે. વડા પ્રધાન મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં અનેક વાર જાહેરમાં બદલો લેવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના આક્રમક વલણથી ડરેલા પાકિસ્તાને એલઓસીની નજીક આવેલા આતંકવાદી કેમ્પ ખાલી કરાવી દીધા છે. મોટાભાગે આ પ્રકારના સ્થળો પર પાકિસ્તાન આતંકવાદીઓને પુરતી સુવિધા અપાવે છે.

  આ પણ વાંચો: જે આગ તમારા દિલમાં છે એજ મારા દિલમાં પણ છે: મોદી

  ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર મુજબ, વડા પ્રધાન મોદીએ સુરક્ષા દળોને આપેલી છૂટથી ગભરાયેલા પાકિસ્તાને પોતાનો છેડો સાચવી લીધો છે. કાશ્મીરના ખાનગી સૂત્રો જણાવે છે કે બંને પક્ષે ખૂબ જ તણાવે છે. જોકે, યુદ્ધ થાય તેવી શક્યતા નથી. હાલમાં સેના તૈનાત કરાઈ નથી. સૂત્રોના મતે ભારત એલઓસી પર હુમલો નહીં કરે. સૂત્રોના મતે ભારતીય સેના પાકિસ્તાની સેનાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. જોકે, તેનાથી તણાવ વધવાની શક્યતા છે.

  આ પણ વાંચો: 48 દેશોએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ, તમામે કહી એક જ વાત

  જાણકારો કહે છે કે પાકિસ્તાને ભારતની જવાબી કાર્યવાહીની બીકે પોતાની શિયાળુ ચોકીઓ હજુ સુધી ખાલી નથી કરી. પાકિસ્તાન શિયાળામાં એલઓસીની સુરક્ષા માટે શિયાળામાં ખાસ ચોકીઓ બનાવે છે, જેમાંથી 50થી 60 ચોકીઓ પર હજુ પણ પહેરો છે.

  આ પણ વાંચો: પુલવામા હુમલો: મોદી સરકારનું કડક પગલું, કાશ્મીરી અલગતાવાદીઓની છીનવી લીધી સુરક્ષા
  Published by:Jay Mishra
  First published: