Home /News /national-international /

પુલવામા આતંકી હુમલો : ભારતના પડખે ઉભા રહ્યાં US, રશિયા અને ઇઝરાયેલ

પુલવામા આતંકી હુમલો : ભારતના પડખે ઉભા રહ્યાં US, રશિયા અને ઇઝરાયેલ

પુલવામાં હુમલાનો દ્રશ્યો

અમેરિકાએ પાકિસ્તાનને આતંકીઓને આપવામાં આવતી સહાય બંધ કરી દેવાની તેમજ તેની ધરતી પર ઉછરી રહેલા આતંકીઓનો સફાયો કરવાનું જણાવ્યું છે.

    નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલામાં 37 સીઆરપીએફ જવાનોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલાની આખી દુનિયા નિંદા કરી રહી છે. અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશોએ કહ્યું છે કે તેઓ આ મોકા પર ભારત સાથે છે. તેમણે આ ઘટના પછી પણ ભારતના પડખે ઉભા રહેવાની વાત કરી છે. પુલવામા આતંકી હુમલા પર યૂએનએ પણ દુઃખ પ્રગટ કર્યું છે.

    યૂએન તરફથી એક નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, "અમે ભારતના જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. જે પરિવારોએ પોતાના વ્હાલસોયાઓને ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમને ખૂબ સંવેદના છે. તમામ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ. હુમલા માટે જવાબદાર લોકોને બહુ ઝડપથી કઠેડામાં લાવવામાં આવશે."

    ભારત ખાતે ઇઝરાયેલના એમ્બેસેડર રોન માલ્કાએ કહ્યું કે, "ઇઝરાયેલ પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાને વખોડી કાઢે છે અને આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ તેના મિત્ર ભારતની પડખે ઉભું છે. હુમલાના શહીદો અને તેમના પરિવારો, ભારત અને તેના નાગરિકો પ્રત્યે અમારી સંવેદના પ્રગટ કરીએ છીએ.

    બીજી તરફ પુલવામાં હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને આતંકીઓને આપવામાં આવતી સહાય બંધ કરી દેવાની તેમજ તેની ધરતી પર ઉછરી રહેલા આતંકીઓનો સફાયો કરવાનું જણાવ્યું છે. ગુરુવારે મોડી રાત્રે આપેલા એક નિદેનમાં વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે કહ્યું કે, "યુનાઇટેડ સ્ટેટ પાકિસ્તાનને આદેશ કરે છે કે તેઓ પોતાના ધરતી પર ઉછરી રહેલા આતંકવાદી જૂથોને સહાય કરવાનું બંધ કરી છે, જેમનો ઉદેશ્ય માત્રને માત્ર હિંસા અને અરાજકતા ફેલાવવાનો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CRPF, Israel, Kashmir Terror Attack, Masood-azhar, Pulwama terror attack, Russia, US, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन