શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિ(કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) ની અગત્યની મળી હતી. બેઠક સવારે 9.15 વાગ્યે મળી હતી. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે.
સીસીએસની બેઠક બાદ નાણામંત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ કહ્યું કે, "સીસીએસની બેઠકમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવમાં આવ્યું હતું. હવે આ મામલે વિદેશ મંત્રાલય કુટનીતિક પગલાં ભરશે. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાનો નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. જે લોકોએ ગુનો કર્યો છે અને જેમણે તેને સમર્થન કર્યું છે તેને ભારે કિંમત ચુકવવી પડશે. રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરથી પરત આવ્યા બાદ શનિવારે તમામ પક્ષોની બેઠકને સંબોધન કરીને હુમલા અંગે માહિતી આપશે."
વડાપ્રધાન કાર્યાલયમાં યોજાનાર આ અગત્યની બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી હાજર રહ્યા હતા. બેઠક બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ પુલવામાં જવા માટે રવાના થયા હતા.
બેઠકનો દૌર
ગુરુવારે સાંજથી દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર દરેક જગ્યાએ સતત બેઠક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં CRPFના ડીજી રાજીવ રાય ભટનાગર અને ગૃહમંત્રી રાજનાથ સિંહ વચ્ચે આશરે 20 મિનિટ સુધી બેઠક ચાલી હતી. રાજીવ રાયે CRPF વોર રૂમમાં હાજર ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને બાદમાં ગૃહમંત્રીને તેની જાણકારી આપી હતી.
आज कृतज्ञ भारत उन सभी वीर जवानों को जिन्होंने अपने प्राणों का बलिदान किया है, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता है तथा इस कठिन घड़ी में उनके परिवारों के साथ पूरी तरह खड़ा है।शान्ति और अमन को भंग करने वाले सभी तत्वों के नापाक मंसूबों को नाकाम करने के लिए हम दृढ़संकल्पित हैं
હુમલાની તપાસ માટે શુક્રવારે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશ એજન્સી)ની ટીમ પુલવામા જશે. આ ટીમમાં 12 સભ્યો હશે જેનું નેતૃત્વ IG રેન્કના અધિકારી કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઘટનાસ્થળે જઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક પણ શુક્રવારે જમ્મૂથી શ્રીનગર જઈ શકે છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે આ હુમલા પર દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું, દેશ આ હુમલાનો જવાબ આપશે. આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. આખા દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને 2G સેવાની ઝડપ ધીમી કરી દેવામાં આવી છે.
કેસ દાખલ કરાયો
જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલા અંગે કેસ દાખલ કર્યો છે. ઓફિસરો આ હુમલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે અમે આ ભીષણ આતંકી હુમલાને વખોડી કાઢીએ છીએ. આ દુઃખની ઘડીમાં અમે શહીદો અને ઘાયલ જવાનોના પરિવારના પડશે ઉભા છીએ.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર