Home /News /national-international /એક્શનમાં મોદી સરકાર, ગૃહમંત્રીના ઘરે NSA-RAW અને IB ડાયરેક્ટરની બેઠક

એક્શનમાં મોદી સરકાર, ગૃહમંત્રીના ઘરે NSA-RAW અને IB ડાયરેક્ટરની બેઠક

પુલવામા હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા

પુલવામા હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલામાં 42 જવાનોની શહીદીથી પુરા દેશમાં ગુસ્સો છે. ચારે તરફથી એવી જ માંગ છે કે, જવાનોની શહાદતનો બદલો લેવામાં આવે. મોદી સરકાર આની માટે એક્શનમાં પણ આવી ગઈ છે. શનિવારે સર્વદળીય બેઠક બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘર પર એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ ચીફ અનિલ ધસ્માના અને ઈન્ટેલીજન્સ બ્યૂરોના એડિશનલ ડાયરેક્ટર આ મીટિંગમાં હાજર રહ્યા. સૂત્રોનું માનીએ તો, આ મીટિંગમાં પુલવામા હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પહેલા મહારાષ્ટ્રના યવતમાલમાં બીજેપીની એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરી પુલવામા હુમલાની વાત કરી દેશવાસીઓને આશ્વત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, મે શુક્રવારે કહ્યું હતું અને આજે પણ કહું છું કે, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. આતંકી સંગઠનોએ જે ગુન્હો કર્યો, તે ભલે જેટલું સંતાવવાની કોશિસ કરે, તેમને સજા જરૂર મળશે. પીએમનું નિવેદન આવ્યાના થોડી વાર બાદ જ ગૃહમંત્રીના ઘરે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બાજુ સરકારે દિલ્હીમાં હુમલા પર કાર્યવાહી કરવા એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. આમાં પણ તમામ નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલી આપી અને આતંકવાદ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આતંકવાદની લડાઈમાં વિપક્ષ સરકારની સાથે છે તેમ જણાવ્યું. સરકાર જ પણ સખત પગલા ભરશે, વિપક્ષ તેને પુરૂ સમર્થન આપશે.

સર્વદળીય બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદને સીમા પાર સમર્થન મળે છે, પરંતુ ભારતીય સુરક્ષા દળ તેને પહોંચીવળવા માટે દ્રઢ સંકલ્પિત છે. આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોની લડાઈમાં દેશ પોતાના સૈનિકોની સાથે છે. ભારતની એકતા-અખંડિતતાની દરેક રીતે સુરક્ષા કરવામાં આવશે.

આ બાજુ હુમલાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના નાલાસોપારા સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી દીધી હતી. જમ્મુ-કાશ્મીરના કેટલાએ વિસ્તારોમાં શુક્રવારે કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જે શનીવારે પણ ચાલુ રખાયો. જમ્મુ-કાશ્મીરમાં હુમલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ પુલવામાં પહોંચી ચુકી છે.
First published:

Tags: Against, Place, Pulwama terror attack, Rajnath Singh, પાકિસ્તાન