Home /News /national-international /Pulwama Encounter: બે ગોળી વાગ્યા બાદ પણ IAFનો ગરુડ કમાન્ડો આતંકવાદીઓ પર કાળ બની તૂટી પડ્યો

Pulwama Encounter: બે ગોળી વાગ્યા બાદ પણ IAFનો ગરુડ કમાન્ડો આતંકવાદીઓ પર કાળ બની તૂટી પડ્યો

ગરુડ સ્પેશિયલ ફોર્સના સ્ક્વોડ્રન લીડર સંદીપ ઝાંઝરિયા પુલવામા ઓપરેશનમાં ઘાયલ થયા છે. (ANI)

ભારતીય સેના (Indian Army)ના નેતૃત્વમાં ગરુડ સ્પેશિયલ ફોર્સ (Garud Special Forces)ના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતીય સેના (Indian Army)ના નેતૃત્વમાં ગરુડ સ્પેશિયલ ફોર્સ (Garud Special Forces)ના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામા એન્કાઉન્ટર (Pulwama Encounter) દરમિયાન સ્પેશિયલ ફોર્સના અધિકારીને બે વખત ગોળી વાગી હતી પરંતુ તેમ છતાં તેણે આતંકીઓ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ન્યૂઝ એજન્સી ANIએ સુરક્ષા સંસ્થાનના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

ગરુડ કમાન્ડો ચાર વર્ષ પહેલા એક મોટા ઓપરેશન માટે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ 2017માં બે મોટા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે પુલવામા ઓપરેશન માટે સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોએ શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે પુલવામા વિસ્તારના નાયરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો - NeoCoV Virus: મનુષ્યો માટે NeoCoV કેટલો ખતરનાક? નિષ્ણાતોએ આપ્યો જવાબ

થોડા સમય બાદ સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે સેનાએ એક ઘરની અંદર આતંકવાદીઓની હાજરી શોધી કાઢી હતી. સુરક્ષા દળોએ તરત જ ઘર અને તેની આસપાસ રહેતા નાગરિકોને બહાર કાઢ્યા હતા અને ખાતરી કરી કે તેમને સલામત અંતર પર મોકલવામાં આવ્યા છે જેથી કોઈ નાગરિકને નુકસાન ન થાય.

ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનને બે ગોળી વાગી હતી

સુરક્ષા દળોએ ઘરની ઘેરાબંધી કરતા આતંકવાદીઓને સ્થળ પરથી ભાગી જવા માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જ્યારે આતંકવાદીઓ ભારે ગોળીબારના કવર હેઠળ કોર્ડન તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ આર્મી અને ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોના સીધા ગોળીબારમાં આવ્યા હતા. જેના પરિણામે બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના સ્ક્વોડ્રન લીડર સંદીપ ઝાંઝરિયા (Sandeep Jhanjaria)ને છાતી અને ડાબા હાથમાં બે ગોળી વાગી હતી.

ત્રણેય આતંકીઓ માર્યા ગયા ત્યાં સુધી જવાન ફાયરિંગ કરતો રહ્યો

સૂત્રોએ જણાવ્યું કે ઘાયલ થવા છતાં ગરુડ ફોર્સના જવાન ત્યાં સુધી આતંકવાદીઓ સા સામે ગોળીબાર કરતો રહ્યો જ્યાં સુધી ભાગી રહેલા ત્રણ આતંકવાદીઓનો ખાત્મો ન થયો. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે સૈનિકો ત્રણેયને ખતમ કર્યા પછી ઘરમાં વધુ આતંકીઓને શોધી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલો એક આતંકવાદી બહાર આવ્યો અને તેણે ગરુડ સૈનિકોની પાર્ટી પર ફાયરિંગ શરૂ કર્યું હતુ. જેમાં કોર્પોરલ આનંદને એક ગોળી વાગી હતી. જે બાદ ચોથો આતંકવાદીનો પણ તરત જ ખાત્મો બોલાવી દેવાયો હતો.

ગરુડ સ્પેશિયલ ફોર્સને રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડવામાં આવી છે

ગરુડ સ્પેશ્યલ ફોર્સને ખરાખરીની લડાઇમાં અનુભવ મેળવવામાં મદદ કરવા માટે આર્મી હેડક્વાર્ટરે તેમને રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે જોડી દીધા છે. જે દરરોજ આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધરે છે. હાજિનમાં 2017ના ઓપરેશનમાં ગરુડ સ્પેશ્યલ ફોર્શ 13 રાષ્ટ્રીય રાઇફલ્સનો ભાગ હતી, જ્યારે તે શનિવારે પુલવામામાં એન્કાઉન્ટરમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે હતી.

આ પણ વાંચો- Rakesh Tikait Farm Laws: રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

કોર્પોરલ જેપી નિરાલાને હાજી ઓપરેશનમાં મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ટીમનું નેતૃત્વ કરનાર વિંગ કમાન્ડર રાજીવ ચૌહાણને શૌર્ય માટે વાયુ સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Indian Armed Forces, Pulwama Encounter, ભારતીય સેના Indian Army

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો