Home /News /national-international /

જેમને પાકિસ્તાનથી પૈસા મળી રહ્યા છે, તેમની સુરક્ષાનો રિવ્યૂ થશે: રાજનાથસિંહ

જેમને પાકિસ્તાનથી પૈસા મળી રહ્યા છે, તેમની સુરક્ષાનો રિવ્યૂ થશે: રાજનાથસિંહ

ગૃહ મંત્રી રાજનાથસિંહે શ્રીનગરમાં શહીદોના પાર્થિવ શરીરને કાંધી આપી હતી.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી આપી કહ્યુ, કેટલાક લોકો ISI અને પાકિસ્તાન સાથે મળી પૈસા માટે કાવતરામાં સામેલ થઈ રહ્યાં છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે દેશના ગૃહ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત લીધી હતી. રાજનાથ સિંહે આ મુલાકાતમાં શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી હતી અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોના હિલચાલ પૂછ્યા હતા. સુરક્ષા દળો, સ્થાનિક પ્રસાશન અને રાજ્યપાલ સાથે રાજનાથસિંહે મીટિંગ કર્યા બાદ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમુક લોકો પાકિસ્તાન અને ISI પાસેથી પૈસા લઈ રહ્યાં છે અને આ પ્રકારના કાવતરામાં સામેલ છે, તેમની સુરક્ષાની તપાસ કરવામાં આવશે.

    રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, “હું વિશ્વાસ અપાવું છું કે ભારત સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર શહીદોના પરિવાર સાથે છે. આજેઅધિકારીઓ સાથે મારી બેઠક થઈ હતી. રાજ્યપાલ સાથે બેઠક થઈ હતી. આર્મી, પોલીસ અને કેટલાક સુરક્ષા દળોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.”

    “સુરક્ષાદળોનું મનોબળ મજબૂત છે. આતંકવાદ વિરુદ્ધ અમારી નિર્ણાયક લડાઈમાં દેશ સાથે છે. જમ્મુ કાશ્મીરને પ્રજાને વિશ્વાસ અપાવે છે અમે સરહદ પારના આતંકવાદના મનસૂબા સફળ નહીં થવા દઈએ. આઈએસઆઈ, આતંકવાદી સંગઠનમાં કેટલાક સ્થાનિકો સમાવિષ્ઠ છે. આ લોકો જમ્મુ કાશ્મીરના લોકોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યાં છે.”

    “પાકિસ્તાન અને આઈએસઆઈના પૈસામાં જ રસ ધરાવનાર કેટલાક લોકો છે. પાકિસ્તાનના પૈસા લેનાર લોકોની સુરક્ષાનો રિવ્યૂ કરાશે, વિશ્વના ઇસ્લામિક દેશો પણ એક સાથે આંતરાષ્ટ્રીય મંચ પર ભારત સાથે ઊભા છે. આ હુમલા બાદ અમે નિર્ણય લીધો છે કે હવે પછી સુરક્ષા દળોનો કોન્વોય નીકળશે ત્યારે સિવિલિયનની મુવમેન્ટ પર પ્રતિબંધ થશે. ”
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jammu Kashmir, Rajnathsinh, પુલવામા એટેક, ભારત

    આગામી સમાચાર