Home /News /national-international /

મુંબઈ: પુલવામાં હુમલાના વિરોધમાં દેખાવ કરી રહેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ

મુંબઈ: પુલવામાં હુમલાના વિરોધમાં દેખાવ કરી રહેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ

પુલવામાં હુમલાનો વિરોધ કરી રહલા પ્રદર્શનકારીઓએ ટ્રેન વ્યવહાર ખોરવી દીધો હતો.

મુંબઈમાં સવારથી જ સ્ટેશન પર લોકો પુલવામાં હુમલાનો વિરોધ કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ નાલાસોપારા સ્ટેશન પર ટ્રેક રોકી દેતા લોકલ રેલ વ્યવહાર ખોરવાયો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલાના વિરોધમાં દેશની જનતાનો આક્રોશ વધી રહ્યો છે. મુંબઈમાં પુલવામાં હુમલાનો વિરોધ કરી રહેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મુંબઈમાં સવારથી જ લોકલ ટ્રેનને રોકીને પ્રદર્શનકારીઓ પુલવામાં હુમલાનો વિરોધ કરી રહ્યાં હતા. આ વિરોધ પ્રદર્શનના કારણે નાલાસોપારા સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી દેવાની ફરજ પડી હતી જેના કારણે મુંબઈનો સ્થાનિક રેલ વ્યવહાર ખોરવાયો હતો.

    પ્રદર્શન કરી રહેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. આ ઘર્ષણ બાદ ટ્રેન વ્યવહાર પુન: ચાલુ કરાવવા માટે સીઆરપીએફ દ્વારા કવાયત કરાઈ હતી. સવારે આ ઘર્ષના પગલે નાલાસોપારાથી વિરારની વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો, જ્યારે વસઈથી ચર્ચગેટની વચ્ચે રેલ વ્યવહાર શરૂ હતો.



    પાકિસ્તાન મુર્દાબાદના નારા
    મુંબઈમાં નાલાસોપારા ખાતે દેખાવો કરી રહેલા ટોળા દ્વારા ઉગ્ર વિરોધ કરતા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન મુર્દાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ આશંકા વ્યક્ત કરી હતી કે જો આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને અને રેલ વ્યવહાર ખોરવાય તો લાંબા અંતરની ટ્રેનોને અસર થઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Nalasopara, Protest, Pulwama terror attack, પોલીસ, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन