Home /News /national-international /

પુલવામાના સુસાઇડ બોમ્બરને અફઘાન વૉર સ્પેશલિસ્ટે આપી હતી ટ્રેનિંગ, ડિસેમ્બરમાં કરી હતી ઘૂસણખોરી

પુલવામાના સુસાઇડ બોમ્બરને અફઘાન વૉર સ્પેશલિસ્ટે આપી હતી ટ્રેનિંગ, ડિસેમ્બરમાં કરી હતી ઘૂસણખોરી

પુલવામામાં આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

ઇન્ટેલિજન્સ સૂત્રો મુજબ, ગયા મહિને પુંછના રસ્તે લગભગ 15 જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ દેશમાં ઘૂસણખોરી કરી હતી

    પાકિસ્તાનથી ઓપરેટ થતાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી કરવામાં આવેલા પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાજી રાશિદ અને કામરાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ, બંને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર છે અને તેમની ટ્રેનિંગ બાદ જ આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો, જેના કારણે 42 સીઆરપીએફ જવાનો શહીદ થયા.

    ઇન્ટેલિજન્સ સૂત્રો મુજબ, ગયા મહિને પુંછના રસ્તે લગભગ 15 જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ દેશમાં ઘૂસણખોરી કરી હતી. આ આતંકીઓમાં કામરાન પણ સામેલ હતો જે કથિત રીતે સ્થાનિક યુવાઓને ટ્રેનિંગ આપવા માટે ઉપકરણ અને અન્ય વિસ્ફોટકો લઈને પહોંચ્યો હતો.

    બીજી તરફ, 28 વર્ષીય આતંકી રાશિદે બે મહિના પહેલા કુપવાડાના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. સૂત્રોનું માનવું છે કે રશીદ એક અફઘાન યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યો છે. રાશિદને પાકિસ્તાન સેનાના વિશેષ સેવા સમૂહ દ્વારા ટ્રેન કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની આ સંસ્થા સીમા પારથી હાથ ધરાતા ઓપરેશન અને એલઓસીની પાસ ખાસી નજર રાખે છે. સૂત્રોનું કહેવું છે કે રાશિદ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ સીમાંત વિસ્તારોમાં લડાઈ લડી ચૂક્યો છે.

    આ પણ વાંચો, પાકિસ્તાન સાવધાન, પોખરણમાં ભારતીય વાયુ સેનાએ કર્યું શક્તિ પ્રદર્શન

    અફઘાનમાં મુજાહિદ્દીન રહા ગાજી રાશિદ આઈઈડી એક્સપર્ટ કહેવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ગાજીએ પોતાન બે સાથીઓની સાથે ડિસેમ્બરમાં ઘૂસણખોરી કરી હતી અને દક્ષિણ કાશ્મીરમાં છુપાઈ ગયો.

    ઇન્ટેલિજન્‍સ એજન્સીઓ મુજબ, જૈશે પાકિસ્તાની કમાન્ડર રાશિદને કાશ્મીરમાં હુમલો કરવા માટે કહ્યું હતું. જોકે, જૈશ એ પણ ઈચ્છતું હતું કે આ હુમલામાં સ્થાનિક યુવકોનો ઉપયોગ કરવામાં આવે.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કાશ્મીરમાં આતંકના રસ્તે ભટકી ગયેલા અનેક યુવા ઓપરેશન ઓલઆઉટ હેઠળ માર્યા ગયા છે. જેમાં જૈશ ચીફ મસૂદ અઝહરની બહેનનો દીકરો તલ્હા અને ભાઈનો દીકરી ઉસ્માન પણ સામેલ હતા. દક્ષિણ કાશ્મીરમાં સેનાના ઓપરેશનમાં બંનેને ઠાર મારવામાં આવ્યા હતા.

    સૂત્રોનું એવું પણ કહેવું છે કે હુમલામાં કાશ્મીરી યુવકનો ઉપયોગ એટલા માટે કર્યો જેથી તેને જોઈ બાકી યુવકો જેહાદ માટે તૈયાર થઈ શકે. સાથોસાથ ભારતમાં ફિદાયીન હુમલાની શરૂઆત કરવાની પણ હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CRPF, Jaish e Mohammad, Martyr, Pulwama attack

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन